તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કપડવંજ આવેલા 25 શ્રમિકોને હોમ ક્વોરન્ટાઇલ કરી સ્ક્રીનીંગ કરાયાં

કપડવંજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સુરતથીખાનગી બસમાં શ્રમજીવીઓ કાંસકીવાડ આવ્યાં હતાં
  • 4 બાળકો, 5 મહિલા અને 16 પુરૂષ પરત આવી પહોંચ્યાં હતાં

કપડવંજ: કપડવંજ અર્બનના એસઆઈ સુરેશભાઈ પરમાર તથા જયરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, કપડવંજ શહેરના ગોપાલપુરા કાંસકીવાડ વિસ્તારમાં સુરત, નાના વરાછાથી 25 શ્રમિકો પૈકી ચાર બાળકો, 5 મહિલા અને 16 પુરૂષ ખાનગી ટ્રાવેલ્સ દ્વારા કપડવંજ ખાતે આવી પહોંચ્યાં હતાં. કપડવંજ અર્બનના મેડિકલ ઓફિસર ડો. મૌલીકાબહેન પટેલ, નૃપિબહેન મોટકા, ભૂમિકાબહેન પરમાર તથા સીએચઓ ટીમ અને ડો. આસુતોષ પટેલ તથા આરબીએસકેની ટીમ દ્વારા સંપૂર્ણ સ્ક્રીનીંગ કરતાં તેમનું ટેમ્પરેચર એકદમ નોર્મ લહતું. કોઇ પણ પોઝીટીવ લક્ષણ ન હતાં. આમ છતાં પણ તમામ 25 શ્રમીકોને 14 દિવસ માટે હોમ ક્વોરન્ટાઇલ કરવામાં આવ્યાં છે. સમગ્ર સ્ક્રીનીંગ ટેસ્ટ દરમિયાન કપડવંજ અર્બન હેલ્થ સેન્ટરનો સ્ટાફ, રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ તથા કમ્યુનીટી હેલ્થ ઓફિસરની સંપૂર્ણ ટીમ કામે લાગી હતી. 

બાલાસિનોરમાં 50 બેડની આઇસોલેશન વોર્ડ બનાવ્યો
મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર અને માર્ગ અને મકાન વિભાગ દ્વારા એક જ દિવસમાં 50 બેડની હોસ્પીટલ તૈયાર કરી હતી. મહીસાગર કલેક્ટરની સૂચનાના 12 કલાકમાં જ માર્ગ અને મકાન વિભાગ લુણાવાડા અને વહીવટી તંત્ર દ્વારા 50 બેડની હોસ્પિટલ બાલાસિનોર મલ્ટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે તાત્કાલિક ધોરણે ઊભી કરવામાં આવી છે.  જેમાં આર એન્ડ બી સ્ટેટ લુણાવાડાના અધિકારી તથા ઇજારદારોની ટીમ દવારા ઇમરજન્સી સેવા ઉપલબ્ધ કરાઈ છે. હોસ્પીટલમાં વિલચેર,  સ્ટેચર અને ઓક્સીજન સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવી હતી. કોરોના વાયરસ ફેલાતો અટકાવવા માટે 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. તે દરમિયાન બાલાસિનોર ખાતે સ્થળાંતર થઇને આવેલા લોકોને કલેકટર આર.બી.બારડના માર્ગદર્શન હેઠળ બાલાસિનોર પ્રાંત અધિકારીની નિગરાની હેઠળ આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા બાલાસિનોર બસ સ્ટેશનમાં આવેલા તમામ લોકોનુ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું.

કોરોના સંદર્ભે ખેડા જિલ્લામાં ડોર ટુ ડોર સર્વેની કામગીરી પૂર્ણ
કોરોના વાઇરસના સંક્રમણના પગલે આરોગ્ય વિભાગ દ્ધારા ખેડા જિલ્લામાં ડોર ટુ ડોર મેડિકલ સર્વે હાથ ધરાયું હતું. જિલ્લાની 22,95,895ની વસતિમાંથી તમામનો સર્વે પૂર્ણ થયો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. આરોગ્યની ટીમો દ્વારા ઘેર-ઘેર ફરીને સર્વેની કામગીરી હાથ ધરાઈ હતી. જેમાંથી 5,995 વ્યક્તિઓને શરદી, ઉઘરસ અને તાવની બીમારી લાગુ પડી હોવાનું જાણવા મળ્યું છે. વાયરલના કારણે આ બીમારી લાગુ પડી હોવાનું જણાવાયું હતું. જેઓને સ્થળ પર જ તપાસીને જરૂરી દવાઓનું વિતરણ કરવામાં આવ્યુ હતું. ટેબ્લેટ આપી તેનો કેવી રીતે ઉપયોગ  કરવો તે અંગે તંત્રના માણસો દ્ધારા સમજ આપવામાં આવી હતી. જોકે, આમાથી કોઇ વ્યક્તિને હોસ્પિટલમાં ખસેડી સારવાર આપવી પડે તેવું જણાયું નથી. તેથી આવા દર્દીઓને તેમના ઘેર જ ઇલાજ કરી જરૂરત જણાય તો નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવા જણાવાયું હતું. 

અન્ય સમાચારો પણ છે...