તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સજા:નારનામુવાડા હત્યાકાંડમાં 8 શખ્સ જેલ હવાલે કરાયાં, નજીવી બાબતમાં યુવાનને રહેંસી નાખ્યો’તો

કપડવંજ10 મહિનો પહેલા
 • કૉપી લિંક

કપડવંજ તાલુકાના નારનામુવાડા ગામે સામાન્ય બાબતમાં થયેલી મારામારીમાં યુવકને મોતને ઘાટ ઉતારવાના બનાવમાં આઠેય આરોપીને બિલોદરા જિલ્લા જેલમાં મોકલી આપ્યાં હતા. કપડવંજના નારનામુવાડા ગામે ઉકરડામાં છાણનો ઢગલો કરવા બાબતે થયેલી મારામારીમાં બન્ને પક્ષે સામસામે ફરિયાદ નોંધાવી હતી. આ મારામારીમાં વિનોદ પ્રજાપતિને ઇજા થતાં અમદાવાદ દવાખાને ખસેડાયા હતા. જ્યાં સારવારમાં વિનોદભાઇનું મૃત્યુ નીપજ્યું હતુ. પોલીસે આઠ શખસ ભવાન પરમાર, વિજય પરમાર, અજય પરમાર, બાબુ પરમાર, વિઠ્ઠલ પરમાર, સંજય પરમાર, ભગા પરમાર, સુનીલ પરમારને ઝડપી લઈ કોર્ટમાં રજુ કરતાં તમામને જેલમાં મોકલવાનો આદેશ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો