તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
લોકડાઉન હોવાથી કલોલ તાલુકા પંથકના ઔદ્યોગિક એકમોમાં નોકરી કરતા હજારો પરપ્રાંતિય મજુરો પ્રભાવિત થયા છે. જોકે જિલ્લા તંત્ર દ્વારા પરપ્રાંતિય શ્રમજીવીઓ માટે સેલ્ટરહોમની સુવિધા કરીને બે ટાઇમ ભોજન અને રહેવાની સુવિધા કરી આપી હતી. હવે રાજ્ય સરકાર દ્વારા પરપ્રાંતિય મજુરોને તેમના વતન મોકલવાની વ્યવસ્થા કરી છે.
ગઈકાલે 1266 લોકોને પરત વતન મોકલ્યા બાદ આજે વધુ 1200 પરપ્રાંતીને વતનમાં બસોથી મોકલાયા હતા. જેમાં કલોલ મામલતદાર વી.આર પટેલ તેમજ સ્ટાફ અને પોલીસે સોશિયલ ડિસ્ટન દ્વારા લોકોને બસમાં બેસાડ્યા હતા.
કલોલમાં જુગાર રમતા પાંચ ઝબ્બે
કલોલ વીમા યોજનાના દવાખાનાના કમ્પાઉન્ડમાં શહેર પોલીસે દરોડો પાડી જુગાર રમતાં પાંચને ઝડપી પાડ્યા હતા. જુગાર રમતા ઝડપાયેલા અને કલોલના જોગણી માતાજીના મંદિર પાસે ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા શખસોમાં નિતેશ રાઠોડ, જીતેન્દ્ર ચાવડા, જીજ્ઞેશ પરમાર, અશોક પરમાર, સંજય મકવાણા પાસેથી રોકડ 2050 જપ્ત લઇને પાંચેય શખસો વિરૂદ્ધ જુગારધારાનો ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.