તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મદદ:કલોલમાં 1266 પરપ્રાંતીયોને વતન મોકલવા વ્યવસ્થા કરાઈ

કલોલ9 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોટા જલુન્દ્રા, મીરાપુરના શ્રમિકોને વતનમાં મોકલાયા
  • બસ દ્વારા અમદાવાદ રેલવે સ્ટેશને લઇ જવાયા

કોરોના વાઈરસના પગલે કલોલ શહેર તેમજ તાલુકા વિસ્તારના ઔદ્યોગિક એકમોમાં કામ કરતા સેંકડો પરપ્રાંતિ શ્રમિકો લોકડાઉન શરૂ થતા જ વતન તરફ જવા રવાના થઈ ગયા હતાં અને કેટલાય કડક લોકડાઉન થવાના પગલે ફસાઈ ગયા હતા.  લોકડાઉન લંબાતા તેમની હાલત વધારે કફોડી થવા પામી હતી. ત્યારે તેવા લોકોને વતનમાં પરત ફરવા માટે મામલતદાર ઓફીસે નોંધણી કરાઈ હતી. જેના આધારે મંગળવારે 1165 શ્રમિકોને ઉત્તરપ્રદેશ જવા માટે તેમજ 101 લોકોને બિહાર જવા માટે મામલતદાર કચેરી કલોલથી બસો રવાના કરાઇ હતી. દહેગામ તાલુકાના ઝાક ગામના વિવિધ ઔદ્યોગિક એકમોમાં કામ કરતા 650 શ્રમિકોને વતન મોકલાયા બાદ શુક્રવારના રોજ દહેગામના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ, મામલતદાર એચ.એલ રાઠોડ, નોડલ ઓફિસર જે.બી વદર અને તાલુકા વિકાસ અધિકારી રૂબીસિંગ રાજપૂતની ઉપસ્થિતિમાં મોટા જલુન્દ્રા ગામ અને મીરાપુર વિસ્તારમાં ઓએનજીસી સહિત અન્ય જુદા જુદા ઔદ્યોગિક એકમોમાં કામ કરતા 413 શ્રમિકોને 13 એસટી બસ દ્વારા અમદાવાદ રેલવે સ્ટેશન ખાતે લઇ જવાયા હતા જયાંથી ટ્રેન મારફતે ઉત્તર પ્રદેશ તરફ તેમના વતનમાં રવાના કરાયા  હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો