તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:દવાખાનાના કમ્પાઉન્ડમાં જુગાર રમતા 5 શખ્સો ઝબ્બે 

કલોલ9 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કલોલ હાઇવે પાસે આવેલા વીમા યોજના
  • પોલીસે રેડ કરી રૂપિયા 2050 જપ્ત કર્યા

કલોલ હાઇવે પાસે આવેલા વીમા યોજનાના દવાખાનાના કમ્પાઉન્ડમાં કેટલાક શખસો જુગાર રમતા હોવાની બાતમીના આધારે કલોલ શહેર પોલીસે દરોડો પાડ્યો હતો   અને જુગાર રમતાં પાંચ શખસોને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. તીનપત્તીની મદદથી રૂપિયા ઉપર હારજીતનો જુગાર રમતા ઝડપાયેલા અને કલોલના જોગણી માતાજીના મંદિર પાસે ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા શખસોમાં નિતેશ કચરાભાઇ રાઠોડ, જીતેન્દ્ર અંબાલાલ ચાવડા, જીજ્ઞેશ હસમુકભાઇ પરમાર, અશોક ભલાભાઇ પરમાર, સંજય કાંતિલાલ મકવાણા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું.  પોલીસે રેડ કરીને જુગાર રમતા પકડાયેલા શખસો પાસેથી રોકડ રૂપિયા 2050 જપ્ત લઇને પાંચેય શખસો વિરૂદ્ધ જુગારધારાનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ રેડ કરતા ચોરીછૂપીથી જુગાર રમતા શખ્સોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ભાગ્યના નક્ષત્રો પ્રબળ થઇને તમારા અટવાયેલાં કાર્યોને ગતિ પ્રદાન કરે છે. ઘરના વડીલોની સલાહ અને માર્ગદર્શન ઉપર ધ્યાન આપો. તેમની સલાહ તથા આશીર્વાદ તમારા માટે વરદાન સાબિત થશે. યોગ્ય સમયનો ભર...

વધુ વાંચો