તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ઇફેક્ટ:હળવદના હાસ્ય કલાકાર 3 બેંકના ખાતાની તમામ રકમ સરકારને આપશે

હળવદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ ફોટો - Divya Bhaskar
ફાઇલ ફોટો

હળવદ: તાલુકાના સરભંડા ગામના હાલ હળવદમાં રહેતા એવા પ્રખ્યાત હાસ્યકલાકાર હકાભા ગઢવીએ કોરોના વાયરસ અને લોકડાઉનમાં મદદકરવા સરકારને આર્થિક રૂપે મદદરૂપ બનવા વડાપ્રધાન નરેન્દ્રમોદીના ટ્વીટ બાદ પોતાના 3 બેંક એકાઉન્ટમાં રહેલી તમામ ધનરાશી કેન્દ્ર સરકારને અર્પણ કરવાનો નિર્ણય કર્યો હતો. તેઓએ સોશિયલ મીડિયામાં એક વિડીઓ પણ મુકી ત્રણ બેંક એકાઉન્ટમાં જેટલી રકમ છે એ તમામ તેઓ વડાપ્રધાન રાહત ફંડમાં કોરોના સામેની લડાઈમાં આપવાની જાહેરાત કરી હતી. હાલ તેમણે બેંક ખાતામાંથી ઘરખર્ચ પૂરતી 50 હજારની રૂપિયા ઉપાડ્યા બાદ હવે જેટલા પણ રૂપિયા બચશે તેનો સહી કરીને ત્રણેય બેંકનો ચેક મામલતદારને આપશે.

અન્ય સમાચારો પણ છે...