તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોરબી:હળવદની બ્રાહ્મણી નદીમાં રેતી ચોરી પકડાઈ, આઠની ધરપકડ

હળવદ9 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • એલસીબીનો સપાટો, 58 લાખનો મુદ્દામાલ કબજે લેવાયો

મયુરનગર ગામની સીમમાં બ્રાહ્મણી નદીમાંથી હોડીમાં એન્જીન ફિટ કરીને હિટાચી અને લોડરની મદદથી થતી રેતી ચોરી ઉપર એલસીબીએ દરોડો પાડ્યો હતો. આ ગેરકાનુની પ્રવૃત્તિ કરતા આઠ શખ્સોને પકડી પાડીને રૂ. 58 લાખનો મુદ્દામાલ પણકબ્જે કર્યો હતો.

બ્રાહ્મણી નદીમાંથી રેતીની ચોરી થતી હોવાની બાતમી મળી
મોરબી એલસીબી પીઆઇ વી.બી જાડેજા અને તેમનો સ્ટાફ હળવદ તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા, તે દરમિયાન  મયુરનગર ગામે બ્રાહ્મણી નદીમાંથી રેતીની ચોરી થતી હોવાની બાતમી મળી હતી. જેના આધારે  એલસીબીએ દરોડો પાડી રણજીતભાઈ મનુભાઈ કવાડિયા, અલીભાઈ સૈફુદીનભાઈ અંસારી, મહેશભાઈ માલાભાઈ કોરડીયા, મુકેશભાઈ દેવદાનભાઈ ડાંગર, ભાનુભાઈ દેવદાનભાઈ ડાંગર, મેરામભાઈ જેસાભાઈ બાલાસરા, મુન્નાભાઈ ધનજીભાઈ ડાભી અને મુકેશભાઈ વિઠલભાઈ શીરોયાને પકડી પાડ્યા હતા.સ્થળ પરથીઆ એલસીબીએ હિટાચી મશીન નંગ-2, ટ્રેકટર ટ્રોલી નંગ-3, ટ્રેકટર લોડર નંગ-1, હોડી એન્જીન નંગ-1 અને 15 ટન રેતી મળી કુલ રૂ. 58,07,500નો મુદ્દામાલ કબ્જે લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો