તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાદાગીરી:હળવદમાં પીઆઇને કારથી કચડી મારવાનો પ્રયાસ કરી ધમકી આપી

હળવદ9 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ભાજપી MLAના ટેકેદાર, કડીયાણાના રહીશ સામે ગુનો

હળવદ પીઆઇ સંદિપભાઈ ખાંભલા સહિતની ટીમ સરા ચોકડી ખાતે ફરજબજાવતી હતી. ત્યારે ધારાસભ્ય પરસોતમ સાબરીયાના નજીકના એવા કડીયાણાના અશોકસિંહ જાડેજા કાર લઈને આવી અમારા માણસોને કેમ હેરાન કરો છો તેમ કીધુ હતુ. હળવદ પીઆઈને કચડવાનો પ્રયાસ કરી ગાળો બોલી તને હું જોઈ લઈશ કેમ કંઈ પોતાની કાર લઇને નાસી છૂટયા હતા. આ અંગેની ફરિયાદમાં પીઆઇ સંદીપભાઈએ જણાવાયા મુજબ આરોપીએ અગાઉની માથાકૂટનું મનદુ:ખ રાખી ગેરવર્તન કરી ગાળો આપી નોકરી કરી લેશો તે હું જોઈ લઈશ ધમકી આપી ધક્કો મારી પોલીસની ફરજ રૂકાવટ કરી હતી. જયારે મારી નાંખવાના ઇરાદે ગાડી ચડાવવાનો પ્રયાસ કરી કાર લઈને નાસી છૂટયો હતો.
વાહન રોકતા મામલો બિચક્યો 
સરા ચોકડીએ ટંકારાથી મજૂર ભરેલું વાહન કોન્સ્ટેબલે રોકીને પૂછપરછ કરતા MLAના નજીકના રવજીભાઈ દલવાડી અને પોલીસ વચ્ચે માથાકૂટ થઇ હતી જેથી અશોકસિંહ પીઆઇ પાસે ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો