તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરેન્દ્રનગર:કોરોના વોરિયર્સ હળવદના PIને ભાજપના સ્થાનિક નેતાએ કચડી મારવા પ્રયાસ કર્યો, ફરજમાં રૂકાવટનો ગુનો નોંધાયો

હળવદ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પીઆઈને બીભત્સ ગાળો બોલીને નોકરી ન કરવા દેવાની ધમકી આપી
 • પીઆઈ પર હુમલાના બનાવ બાદ ડીવાયએસપી સહિત પોલીસ કાફલો દોડી ગયો

કોરોના સામે રાજ્યભરમાં કોરોના વોરિયર્સ ખડેપગે લોકડાઉનમાં ફરજ બજાવી રહ્યા છે. જો કે સત્તાના નશામાં ચૂર સત્તાધારી પાર્ટીના કાર્યકરો તેમનું ફરજમાં રૂકાવટ કરતા હોય તેવો બનાવ મોરબી જિલ્લામાં સામે આવ્યો છે. હળવદ પોલીસ સ્ટેશનના પીઆઈ સંદીપ ખાંભલા પર કડીયા ગામના ભાજપના આગેવાન કિશોરસિંહ જાડેજાએ પોતાની કાર ચડાવી જાનથી મારી નાંખવા પ્રયાસ કર્યો હતો. આ મામલે ફરજમાં રૂકાવટ સહિતની કલમો અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.
સરા ચોકડીનો બનાવ
લોકડાઉન ડ્યૂટી પર હળવદ પીઆઈ સંદીપ ખાંભલા હતા ત્યારે સફેદ કલરની કારમાં કડિયા ગામના ભાજપના આગેવાન અશોકસિંહ જાડેજાએ તેમની સાથે અસભ્ય વ્યવહાર કર્યો હતો. તેમને ધક્કો મારીને તેમના પર કાર ચડાવી દેવા પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમણે સમયસૂચકતા વાપરીને દૂર જતા રહેતા બચાવ થયો હતો.

મહિના પહેલાની તકરાર જવાબદાર

પીઆઈ પર કાર ચડાવી દેવાના મામલામાં એક મહિના પહેલા થયેલી તકરાર સૂત્રો જવાબદાર માને છે. હળવદમાં લોકડાઉનના કડક અમલ દરમિયાન પોલીસ કાફલાએ હિતેશ નામના એક ભાજપી કાર્યકરને રોક્યો હતો અને તેની સામે લોકડાઉન ભંગનો ગુનો નોંધ્યો હતો. આ મામલે ભાજપના આગેવાને હળવદ પીઆઈ સાથે ગેરવર્તણૂક કરી તકરાર કરી હતી. આ ઘટનાના વીડિયો પણ વાઈરલ થયા હતા.
જૂની તકરારનો ખાર રાખી ગઈકાલે હુમલો
લોકડાઉન ડ્યૂટી પર રહેલા પીઆઈ ખાંભલાને ગઈકાલે ભાજપના આગેવાને જૂનું મનદુઃખ રાખીને જાનથી મારી નાંખવા પ્રયાસ કર્યા હતા. એટલું જ નહીં તેમની સાથે ગાળાગાળી કરીને ફજ પર રહેલા પીઆઈને બીભત્સ ગાળો ભાંડી હતી અને કાર ચડાવી દેવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો.
પોલીસ અધિકારીને મારવાના પ્રયાસથી લોકો ચિંતિત
હળવદ પીઆઈ પર હુમલાના બનાવ બાદ ડીવાયએસપી રાધિકા ભારાઈ, એસઓજી, એલસીબી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. હળવદ પોલીસે નાસી છૂટેલા ભાજપના આગેવાનની શોધખોળ આદરી છે. પોલીસ અધિકારીને મોતને ઘાટ ઉતરાવના પ્રયાસને પગલે સામાન્ય માણસ હાલ ચિંતાતૂર છે અને પોતાને અસુરક્ષિત હોયનું મહેસૂસ કરે છે.
(તસવીર અને માહિતી: કિશોર (કેશવ) પરમાર, હળવદ)

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો