તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉન:અમદાવાદથી હળવદ આવતા 5 સામે ફરિયાદ, મંજૂરી વિના હળવદ આવતા કાર્યવાહી

હળવદ10 મહિનો પહેલા
 • કૉપી લિંક

લોકડાઉનના પગલે રેડ ઝોન સહિત અન્ય જિલ્લાઓમાંથી મંજૂરી વિના હળવદમા પ્રવેશ મેળવીને અહીં રહેવા લાગ્યા હોવાનું પોલીસ તંત્રને ધ્યાને આવતા અમદાવાદથી આવેલા પાંચ લોકો સામે ફરિયાદ કરી વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદથી મંજૂરી વિના હળવદમાં પ્રવેશ કરનાર કિરીટભાઈ વીરજીભાઈ કણજરીયા અને તેમના પત્ની નીલમબેન કિરીટભાઈ કણજારીયા અને હળવદ તાલુકાના પાંડાતીરથ ગામએ અમદાવાદથી ભરતભાઈ કાળુભાઈ ગઢવી તેમના પત્ની ભારતીબેન કાળુભાઈ ગઢવી અને તેમના દીકરી હેતલબેન ભરતભાઈ ગઢવી સહિત પાંચેયને મંજૂરી વિના હળવદ પહોંચી જતા તેની વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.  આ અંગે હળવદ પોલીસ સ્ટેશનના પી ‌આઈ સંદિપ ખાંભલાએ ‌જણાવ્યું હતું કે હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારના લોકોને અપીલ કરવામાં આવી છે કે કોઈપણ બહારના જિલ્લામાંથી હળવદમાં મંજૂરી વિના પ્રવેશ કરતા હોય તે લોકોની માહિતી પોલીસને આપવી. હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં હજુ સુધી એકપણ કોરોનાનો કેસ નોંધાયો નથી ત્યારે પ્રજા પોલીસનો સાથે આપે તેવી અપીલ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો