તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:કોરોનાને પગલે થમ્બ હાજરી બંધ કરાઇ પરંતુ એટીએમમાં અમલવારી નહી

કોરોનાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
24 કલાક ખુલ્લા રહેતા એટીએમમાં સેનેટાઇઝરની વ્યવસ્થા કરવા લોકોમાં માંગ ઉઠી - Divya Bhaskar
24 કલાક ખુલ્લા રહેતા એટીએમમાં સેનેટાઇઝરની વ્યવસ્થા કરવા લોકોમાં માંગ ઉઠી
  • ATMમાં સેનેટાઇઝરના અભાવે કોરોના સંક્રમણને વેગ મળવા ભીતિ: હાથ ધોવાની સુવિધા કરવા માગ

ગાંધીનગરઃ કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે સરકારી કચેરીઓમાં લેવાતા બાયોમેટ્રીક હાજરી બંધ કરાવાઇ છે. પરંતુ 24 કલાક ચાલુ રહેતા એટીએમમાં નાણાં ઉપાડતા ગ્રાહકો સેનેટાઇઝરથી હાથ સાફ કર્યા વિના ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે એટીએમમાં સેનેટાઇઝરની વ્યવસ્થા કરવા લોકોમાં માંગ ઉઠવા પામી છે. સમગ્ર વિશ્વના દેશોને હંફાવનાર કોરોના વાઈરસના સંક્રમણને રોકવા માટે વડાપ્રધાને તારીખ 14મી એપ્રિલ સુધી લોકડાઉનનો આદેશ કર્યો છે. ઉપરાંત કોરોના વાઈરસના વધતા જતા સંક્રમણને રોકવા માટે રાજ્ય સરકાર દ્વારા સરકારી કચેરીઓમાં લેવામાં આવતી બાયોમેટ્રીક હાજરીને બંધ કરીને મેન્યુઅલ હાજરી શરૂ કરી છે. ત્યારે હાલમાં ચાલી રહેલા લોકડાઉનના સમયમાં 24 કલાક ચાલુ રહેતા બેન્કોના એટીએમમાંથી નાણાં ઉપાડતા લોકો બેન્ક એકાઉન્ટ નંબર અને પીન નંબર સહિત નાંખતા હોવાથી કોરોના વાઈરસના સંક્રમણની શક્યતા વધુ રહેલી છે. 
આથી બેન્ક એટીએમમાં સેનેટાઇઝરની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી ગ્રાહકોમાં માંગ ઉઠી રહી છે. ઉલ્લેખનીય છે કે જિલ્લામાં અંદાજે કુલ 150 જેટલા એટીએમ આવેલા છે. તેમાંથી અમુક બેન્કોના એટીએમમાં સેનેટાઇઝરની વ્યવસ્થા છે, જ્યારે અમુક એટીમમાં અભાવ જોવા મળી રહ્યો છે. ત્યારે એટીએમમાં સેનેટાઇઝરની વ્યવસ્થા કરાય તેવી લોકોમાં માંગ ઉઠી રહી છે.
ગ્રાહકો સેનેટાઇઝર લઇને આવ્યા છે
એટીએમમાં સેનેટાઇઝરના અભાવમાં અમુક જાગૃત્ત ગ્રાહકો પોતાની સાથે સેનેટાઇઝર લઇને આવતા નજરે પડી રહ્યા છે. તેઓ એટીએમમાં નાણાં ઉપાડવા માટે મશીનના કી બોર્ડનો ઉપયોગ કરે તે પહેલાં જ સેનેટાઇઝરથી કી બોર્ડને સાફ કર્યા બાદ જ તેનો ઉપયોગ કરતા નજરે પડી રહ્યા છે. જિલ્લામાં આવેલા એસબીઆઇના એટીએમમાં વ્યવસ્થા કરવા માગણી થઈ છે.

અન્ય સમાચારો પણ છે...