ગુજરાત / કોરોનાએ ગુજરાતમાં ત્રીજો ભોગ લીધો ભાવનગરના દર્દીએ દમ તોડ્યો,રાજકોટમાં વધુ એક કેસ સાથે રાજ્યમાં પોઝિટિવ કેસોનો આંક 44

Third death of Corona virus in gujarat total cases reach at 43
X
Third death of Corona virus in gujarat total cases reach at 43

  • રાજ્યમાં 211 ક્વોરેન્ટાઇનની ફેસિલિટી ઊભી કરવામાં આવી, જેમાં 12059 બેડની વ્યવસ્થા
  • આરોગ્ય વિભાગ દ્વારા http://gujcovid19.gujarat.gov.in ડેશબોર્ડ કાર્યરત

દિવ્ય ભાસ્કર

Mar 26, 2020, 04:55 PM IST

ગાંધીનગર:  સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનારા કોરોના હવે ગુજરાતને  ભરડો લઈ રહ્યો છે.  ભાવનગરમાં કોરોનાના કારણે એકનું મોત થતાં રાજ્યમાં મૃત્યુઆંક 3 પર પહોંચ્યો છે.  જ્યારે રાજ્યમાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસોની સંખ્યા 44 થઈ છે.  રાજકોટમાં 37 વર્ષીય યુવાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તેની સાથે રાજકોટમાં કોરોના પોઝિટિવના કુલ 5 કેસ થયા છે.

કોરોના પોઝિટિવ ભાવનગરના વૃદ્ધનું મોત
ભાવનગરના એકમાત્ર કોરોના પોઝિટિવ કેસના દર્દી એવા કરચરિયા પરાના 70 વર્ષીય વૃદ્ધનું મોત થતાં રાજ્યમાં મૃતાંક 3 થયો છે. કોરોનાથી મોત થતાં શહેરમાં સન્નાટો વ્યાપી ગયો છે. તેઓ સર ટી હોસ્પિટલમાં છેલ્લા 14 દિવસથી ક્વોરેન્ટાઈન હતા. તેઓ દિલ્હીથી પ્રવાસ કરીને ભાવનગર આવ્યા હતા.

અમદાવાદની મૃતકની ટ્રાવેલ હિસ્ટ્રી
મૃતકોની પ્રોટોકોલ મુજબ અંતિમવિધિ કરવામાં આવી છે. રાજ્યમાં કોરોના વાઈરસને કારણે જે ત્રણ નિધન થયા છે. એમાં એક સુરત, એક અમદાવાદ અને એક ભાવનગરના વ્યક્તિનો સમાવેશ થાય છે. અમદાવાદ ખાતે જે મહિલાનું મૃત્યુ થયું છે તે 85 વર્ષની ઉંમર અને સાઉદી અરેબિયાની પ્રવાસ હિસ્ટ્રી ધરાવે છે, તેમને માનસિક બીમારી સાથે અન્ય લક્ષણો હતા. જ્યારે ભાવનગર ખાતે 70 વર્ષના એક પુરુષનું નિધન થયું છે. જેઓ ડાયાબિટિસ, કેન્સર, બ્લડપ્રેસર, હાઈપર ટેન્શન જેવી બીમારીથી અગાઉથી જ પીડાતા હતા.

દિવસમાં બે વાર અપડેટ થતું ડેશ બોર્ડ
ડો. જયંતિ રવિએ કોરોના વાઈરસના કેસોની અપડેટ માટેની વેબસાઈટની માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે, કોરોના વાઈરસની અપડેટેડ વિગતો માટે રાજય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા http://gujcovid19.gujarat.gov.in ડેશબોર્ડ કાર્યરત કરી દેવામાં આવ્યું છે. જેના ઉપર દિવસમાં બે વાર કોરોના અંગેની અદ્યતન વિગતો અપડેટ કરવામાં આવશે.  

19567 હોમ ક્વોરેન્ટાઈન અને 124  પ્રાઈવેટ ક્વોરેન્ટાઈન

ડો. જયંતિ રવિએ જણાવ્યું હતું કે, રાજ્યમાં 211 ક્વોરેન્ટાઇનની ફેસિલિટી ઊભી કરવામાં આવી છે. જેમાં 12059 બેડની વ્યવસ્થા છે. 19567 વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઇન અને 124 વ્યક્તિઓને પ્રાઈવેટ ફેસિલિટીમાં ક્વોરેન્ટાઇન ઓબ્ઝર્વેશન હેઠળ છે. તેમજ રાજ્યમાં કેટલાક મુસાફરોએ ક્વોરેન્ટાઇન માટે અનિચ્છા દર્શાવતા તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરી 147 વ્યક્તિ સામે એફઆઈઆર નોઁધવામાં આવી છે. રાજ્યમાં તમામ લોકોનો સર્વે હાથ ધરાયો છે. જેમાં આરોગ્ય વિભાગ ઉપરાંત અન્ય વિભાગમાં સહયોગ લેવાઈ રહ્યો છે. આની માહિતી Techo એપ દ્વારા IDSP મેળવાય રહી છે, જેના દ્વારા અન્ય કોઈ વ્યક્તિ જો શંકાસ્પદ જણાય તો તેમને અને તેમના સંપર્કમાં આવેલી વ્યક્તિઓને નિરીક્ષણ હેઠળ લેવાઈ રહ્યા છે. અત્યાર સુધી 2,07,91,428 વ્યક્તિઓમાં પ્રવાસની વિગતો સામે આવી છે. જે પૈકી 23698 વ્યક્તિઓમાં પ્રવાસની વિગતો સામે આવી છે. જે પૈકી 23698 વ્યક્તિઓએ ઈન્ટર સ્ટેટ અને 5803 વ્યક્તિઓએ વિદેશ પ્રવાસ કરેલ 86 વ્યક્તિઓને રોગના ચિન્હો જણાતા તેઓની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. હેલ્પલાઈન 104 પર વ્યક્તિઓ મદદ માંગી અને માહિતી મેળવી હતી. અત્યાર સુધી 15 હજારથી વધારે કોલ આવ્યા હતા અને પોતાના લક્ષણોની વિગતો આપે તો તેમને નિરીક્ષણ હેઠળ લઈ જરૂરી રાસવાર પુરી પાડવામાં આવી રહી છે. જે પૈકી 298 લોકોને સારવાર આપવામાં આવી છે.
શહેર અને જિલ્લામાં કોરોના વાઈરસના કેસો
અમદાવાદ -15
વડોદરા -7
સુરત -7
ગાંધીનગર -6
કચ્છ -1
રાજકોટ -5
ભાવનગર -1

રાજ્યના 4 મોટા શહેરોમાં હોસ્પિટલ
રાજ્યના ચાર મોટા શહેરો અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં કોરોના માટેની વિશેષ હોસ્પિટલમાં વેન્ટિલેટર સહિતની અદ્યતન સાધનો સાથેની સુવિધા ધરાવતા આઈસોલેશન વોર્ડ શરૂ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ 1583 આઈસોલેશન બેડ સરકારી હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. જ્યારે ખાનગી હોસ્પિટલોમાં 635 બેડની વ્યવસ્થા ઊભી કરાઈ છે. આ સિવાય વધુ બેડ ઊભા કરવાની વ્યવસ્થાની કામગીરી પ્રગતિમાં છે. સરકારી હોસ્પિટલમાં 609 વેન્ટિલેટર ઉપલબ્ધ છે અને ખાનગી હોસ્પિટલોમાં અંદાજે 1500 વેન્ટિલેટર છે.
14 એપ્રિલ સુધી લોકડાઉન
24મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરમાં લોકડાઉન જાહેર કર્યું હતું. તેને લઈને આવતી 14 એપ્રિલ સુધી આવશ્યક સેવાઓ સિવાયની તમામ દુકાનો, વાણિજ્યક સંસ્થાઓ, ફેક્ટરીઓ, નાણાંકીય સંસ્થાઓ, વર્કશોપ, ગોડાઉન આ સમય દરમિયાન સંપૂર્ણ બંધ રહેશે. માત્ર આવશ્યક સેવાઓ જ ચાલુ રહેશે.
આ સેવાઓ ચાલુ રહેશે
> જીવનજરૂરી ચીજવસ્તુઓનું વેચાણ
> દવાઓ, દવા ઉત્પાદક કંપનીઓ, રિસર્ચ સેન્ટર
> ઈન્ટરનેટ, મોબાઈલ સેવાઓ
> પાણી, વીજળી સહિતની સેવાઓ
> મીડિયા
> વીમા કંપની, બેંક, પોસ્ટ, સિક્યુરિટી સેવા
> પેટ્રોલ અને ડીઝલ વગેરે સેવાઓ ચાલુ રહેશે

આ સેવાઓ ચાલુ રહેશે
> જીવનજરૂરી ચીજવસ્તુઓનું વેચાણ
> દવાઓ, દવા ઉત્પાદક કંપનીઓ, રિસર્ચ સેન્ટર
> ઈન્ટરનેટ, મોબાઈલ સેવાઓ
> પાણી, વીજળી સહિતની સેવાઓ
> મીડિયા
> વીમા કંપની, બેંક, પોસ્ટ, સિક્યુરિટી સેવા
> પેટ્રોલ અને ડીઝલ વગેરે સેવાઓ ચાલુ રહેશે

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી