તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આતુરતાનો અંત:આજે ધોરણ 12 સાયન્સનું પરિણામ ઓનલાઇન જાહેર કરવામાં આવશે, કોપી માટે રાહ જોવી પડશે પણ પ્રિન્ટ કઢાવી શકાશે

ગાંધીનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • www.gseb.org પરથી પ્રિન્ટ મેળવી શકાશે
  • માર્કશીટ અને સર્ટિફિકેટ લેવા માટેની તારીખ પછી જાહેર કરવામાં આવશે

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના જૂના અને નવા કોર્સના 1.50 લાખ વિદ્યાર્થીનું પરિણામ 17 મેને રવિવારે જાહેર થશે. બોર્ડ પરિણામ ઓનલાઈન જાહેર કરશે અને પરિણામ વિતરણની તારીખ પછીથી જાહેર કરાશે. રવિવારે વિદ્યાર્થીઓ www.gseb.org પર પરિણામ ઓનલાઇન જોઇ પ્રિન્ટ કાઢી શકશે. કોરોના મહામારીને કારણે વિદ્યાર્થીઓએ આ વર્ષે પરિણામની હાર્ડકોપી મેળવવા માટે રાહ જોવી પડશે. સાથે જ પરિણામ જાહેર થયા બાદ આવેલા ગુણનું રિ-ચેકિંગ, દફતર ચકાસણી તથા ફરી પરીક્ષા આપવા માટે પરિણામ જમા કરાવવા માટેની પ્રક્રિયા જેવી બાબતોની જાણ બોર્ડ આવનારા સમયમાં કરશે. હાલ પૂરતુ બોર્ડ માત્ર પરિણામ ઓનલાઇન જાહેર કરશે. જેથી વિદ્યાર્થીઓ પસંદગીના ક્ષેત્રમાં કારકિર્દી માટટે યોગ્ય નિર્ણય લઇ શકે.
અમદાવાદમાં સૌથી વધુ વિદ્યાર્થી
માર્ચ 2020માં ધો.12 સાયન્સમાં પરીક્ષા આપવા માટે 1.19 લાખ વિદ્યાર્થીઓ રજિસ્ટર્ડ થયા હતા, જેમાં સૌથી વધુ 15,244 વિદ્યાર્થી અમદાવાદના છે. જેમાં અમદાવાદ શહેરના 8969 અને ગ્રામ્યના 6275નો સમાવેશ થાય છે. રાજ્યમાં બીજા ક્રમે સુરતમાંથી 14820 વિદ્યાર્થી ધો. 12 સાયન્સની પરીક્ષા આપવા રજિસ્ટર્ડ થયા હતા.

અન્ય સમાચારો પણ છે...