તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગાંધીનગર શહેરનો પ્રથમ પોઝિટિવ કોરોના કેસ નોંધાઇ ચૂક્યો છે

કોરોના ઇફેક્ટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા શટડાઉનનો આદેશ કર્યો છે. જેને પગલે શહેરના સેક્ટર-21 માર્કેટમાં પોલીસ દ્વારા દુકાનો બંધ કરાવી હતી - Divya Bhaskar
કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા શટડાઉનનો આદેશ કર્યો છે. જેને પગલે શહેરના સેક્ટર-21 માર્કેટમાં પોલીસ દ્વારા દુકાનો બંધ કરાવી હતી
  • પરદેશથી નવા 348 લોકો આવ્યાં: 428 ક્વોરન્ટીન
  • વરસોડ અને કલોલ વિસ્તારમાં જાહેરમાં થૂંકતા લોકોને પકડવામાં આવ્યા હતાં.
  • નિરીક્ષણ હેઠળના લોકોના સંપર્કમાં આવેલાનું સ્ક્રીનીંગ
  • હોમ ક્વોરન્ટીનના ફોર્મ ભરાવવા 32 ટીમની રચના
  • રવિવારે સવારે, સાંજે રાત્રે 1 મીનીટ સાઇરન વગાડાશે
  • શનિવારે કોઇ મુસાફરના સેમ્પલ લેવાયા નથી: કલેક્ટર

ગાંધીનગર: જિલ્લાનો પ્રથમ પોઝિટીવ કોરોના કેસ નોંધાઇ ચૂક્યો છે. ત્યારે શનિવારે પરદેશથી હવાઇ માર્ગે મુંબઇ અને ત્યાંથી બસ અથવા ટ્રેન દ્વારા ગાંધીનગર પહોંચેલા નવા 348 વ્યક્તિઓને ક્વોરન્ટીનમાં લેવામાં આવ્યાં છે. આ સાથે ગાંધીનગરમાં ક્વોરન્ટીન હેઠળના વ્યક્તિઓની સંખ્યા 428 પર પહોંચી છે. 
પરદેશથી આવેલા નવા મુસાફરોની યાદી જિલ્લા તંત્રને તારીખ 20મીની રાત્રે મળ્યા બાદ જરૂરી પ્રક્રિયા શરૂ કરી દેવાઇ હતી. દરમિયાન 14 દિવસના ક્વોરન્ટીન અંતર્ગત કુલ મળીને 78 લોકોનું નિરીક્ષણ પૂર્ણ થઇ ગયું છે. કલેક્ટર ડૉ. કુલદિપ આર્યના જણાવવા પ્રમાણે જે લોકોને હોમ ક્વોરન્ટીનમાં રાખવામાં આવ્યાં છે. તેવા વ્યક્તિ જો તંત્રની તપાસ દરમિયાન ઘરે હાજર નહીં મળી આવે તો તેમની સામે કાયદાની કલમ 188 અને કલમ 144ના ભંગની કાર્યવાહી કરવામાં આવશે અને તેમને જિલ્લા તંત્ર દ્વારા કોબા પાસે પ્રેક્ષાભારતી સંસ્થામાં ઉભા કરવામાં આવેલા ક્વોરન્ટીન ફેસીલીટી સેન્ટર પર પોલીસની મદદ લઇને ખસેડવામાં આવશે. દરમિયાન શનિવારે જીઆઇડીસી, વરસોડ અને કલોલ વિસ્તારમાં જાહેરમાં થૂંકતા લોકોને પકડવામાં આવ્યા હતાં.
{ સામાન્ય સભામાં માસ્ક વગર છીંકવા પર પ્રતિબંધ મુકાયો
જિલ્લા પંચાયતની સામાન્ય સભા દ્વારા જાહેરમાં માસ્ક પહેર્યા વગર છીંકવા અને ખાંસવા પર પ્રતિબંધ મુકતો ઠરાવ કરવામાં આવ્યો છે. તેને દંડનીય ગુનો ગણવામાં આવશે. સાથે જ આ વાતે લોકોને સમજ આપવામાં આવશે.

કાર્યવાહી  : હવાઇ માર્ગે નવા આવેલા તમામ વ્યક્તિ મુંબઇથી બસ અથવા ટ્રેન દ્વારા ગાંધીનગર પહોંચ્યાં છે
નિરીક્ષણ હેઠળના લોકોના સંપર્કમાં આવેલાનું સ્ક્રીનીંગ
પ્રેક્ષા ભારતી કોબા ખાતે ક્વોરન્ટીન હેઠળના વ્યક્તિઓની સંખ્યા 428 પર પહોંચી છે. ત્યારે તેમના સંપર્કમાં આવેલા પરિવારજનો સહિત વ્યક્તિઓની માહિતી મેળવવાની સાથે તે તમામનું સ્ક્રીનીંગ કરવાની આરોગ્ય તંત્રને સુચના આપવામાં આવી છે. સાથે જ તેનો રિપોર્ટ તારીખ 22મીએ બપોરે 1 વાગ્યા સુધીમાં પૂર્ણ કરવા કહેવાયું છે.

હોમ ક્વોરન્ટીનના ફોર્મ ભરાવવા 32 ટીમની રચના
કલેક્ટર અને ડીડીઓની અધ્યક્ષતા હોમ ક્વોરન્ટીન સંબંધમાં તાકીદની બેઠક બોલાવાઇ હતી અને સરકાર તરફથી મળતા પેસેન્જર લીસ્ટમાંથી રેન્ડમ પસંદગી કરીને તેવા ઘરની મુલાકાત લઇ જરૂર જણાય તેવા લોકોના હોમ ક્વોરન્ટીન માટેના ફોર્મ ભરાવવા તથા તેમના સંપર્કમાં આવેલા વ્યક્તિઓને પણ શોધવા માટે 32 ટીમની રચના કરાઇ હતી.

રવિવારે સવારે, સાંજે રાત્રે 1 મીનીટ સાઇરન વગાડાશે
રવિવારે જનતા કરફ્યુની જાહેરાતને લોક પ્રતિસાદ મળ્યો છે. ત્યારે સવારે 6.59 મિનીટે શરૂઆત માટે, સાંજે 4.59 મિનીટે આરોગ્ય કર્મચારીઓને બિરદાવવા માટે તાલી કે થાળી વગાડવા માટે અને રાત્રે 8.59 મિનીટે કરફ્યુ પૂર્ણ થયાની જાણ કરવા માટે 1 મિનીટ સુધી સાઇરન વગાડાશે. તેના માટે સચિવાલય, વિધાનસભા, સર્કીટ હાઉસ, પાટનગર યોજના ભવન અને પ્રેસ સર્કલ ખાતે સાઇરનની વ્યવસ્થા કરવામાં આવી છે. 

શનિવારે કોઇ મુસાફરના સેમ્પલ લેવાયા નથી: કલેક્ટર
ગાંધીનગર જિલ્લામાં શનિવારના દિવસ દરમિયાન બહારથી આવેલા એકપણ વ્યક્તિના સેમ્પલ લેવામાં આવ્યા નહીં હોવાનું જિલ્લા કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે ડોર ટુ ડોર સરવેના બીજી તબક્કામાં કુલ 50169 ઘરની તપાસ પૂણ4 કરી દેવામાં આવી છે

અન્ય સમાચારો પણ છે...