તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉન:ગેરહાજર કર્મચારીઓનો પગાર નહીં આકારવા DDOનો આદેશ, રોટેશનમાં હાજર રાખવાનો નિયમ હતો

ગાંધીનગર10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 33 ટકા કર્મીઓને રોટેશનમાં હાજર રાખવાનો નિયમ હતો

લોકડાઉનમાં પણ 33 ટકા કર્મચારીઓને રોટેશન મુજબ હાજર રાખવાનો રાજ્ય સરકારે આદેશ કર્યો હતો. તેમ છતાં જિલ્લા પંચાયત હસ્તની શાખાઓમાં 33 ટકા કર્મચારીઓ હાજર રહેતા નહી હોવાનું ધ્યાનમાં આવતા આવા કર્મચારીઓ અને અધિકારીઓનો પગાર નહી આકારવા ડીડીઓએ આદેશ કર્યો છે. ડીડીઓના આદેશથી કર્મચારીઓમાં હડકંપ મચી જવા પામ્યો છે.
33 ટકા કર્મચારીઓ હાજર રાખવાના નિયમોનું પાલન નહી
કોરોનાના સંક્રમણને રોકવા માટે સમગ્ર દેશમાં હાલમાં લોકડાઉન ચાલી રહ્યું છે. લોકડાઉનમાં પણ રાજ્ય સરકારના સામાન્ય વહિવટી વિભાગે 33 ટકા કર્મચારીઓઓને હાજર રાખીને કચેરીઓને કાર્યરત રાખવાનો આદેશ કર્યો હતો. તેમ છતાં ગાંધીનગર જિલ્લા પંચાયત હસ્તકની કેટલીક શાખાઓમાં કર્મચારીઓ અને અધિકારીઓ હાજર રહેતા નહી. ઉપરાંત હાજર રહેશે નહી તેવી કોઇ લેખિત કે મૌખિક જાણ પણ શાખા અધિકારીને જાણ કરી નથી. જિલ્લા પંચાયત હસ્તકની કેટલીક શાખાઓમાં 33 ટકા કર્મચારીઓ હાજર રાખવાના નિયમોનું પાલન નહી થતું હોવાનું જિલ્લા વિકાસ અધિકારીના ધ્યાનમાં આવ્યું છે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો