તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગાંધીનગર તાલુકાને કોરોના મુક્ત કરવા સહિયારી જવાબદારીની હોવાની અપીલ સાથે ટીડીઓએ શું શું કામગીરી કરવી તેના આદેશ કર્યો છે. ગામમાં પ્રવેશતી વ્યક્તિનું લીસ્ટ બનાવીને દરરોજ તેને સ્થાનિક આરોગ્ય કેન્દ્રમાં અને પોલીસ સ્ટેશનમાં મોકલી આપવા અને ગામમાં હોમ ક્વોરન્ટાઇન વ્યક્તિઓની આકસ્મિક મુલાકાત લઇને તેમજ યાદી બનાવીને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં મોકલવા ગાંધીનગર તાલુકા વિકાસ અધિકારીએ આદેશ કર્યો છે. જિલ્લામાં કોરોનાના કેસે સદી વટાવી દીધી છે. તેમાં ગાંધીનગર તાલુકામાંથી 44 કેસ નોંધાયા છે. ત્યારે તાલુકાને કોરોનામુક્ત કરવાનું અભિયાન ગાંધીનગર તાલુકા વિકાસ અધિકારીએ શરૂ કર્યું છે. જેમાં તાલુકાના ગામોના સરપંચો, તલાટીકમ મંત્રી, ઉપસરપંચ, ગ્રામ પંચાયતના સદસ્યો, અગ્રણીઓ, સ્વંયસેવકો, તાલુકા સદસ્યોએ સહિયારી જવાબદારી નિભાવવા અપીલ કરી છે. આવશ્યક સેવા સિવાય કોઇપણ વ્યક્તિને ગામમાં પ્રવેશ આપવો નહી. ગામમાં પ્રવેશતી તમામ વ્યક્તિઓની ફરજિયાત નોંધણી કરવી, એક યાદી દરરોજ સ્થાનિક આરોગ્ય કેન્દ્ર અને પો.સ્ટેશનમાં ફરજિયાત મોકલી આપવી. ગામમાં પ્રવેશતી તમામ વ્યક્તિઓનું ફરજિયાત આરોગ્ય ચકાસણી કરાવવી. હોમ ક્વોરન્ટાઇન વ્યક્તિના ઘરે બોર્ડ લગાવવું. વ્યક્તિ ઘરની બહાર નિકળે નહી તે માટે આસપાસના રહિશોને ગ્રા.પંચાયતમાં જાણ કરવાની સુચના આપવી. શું શું તકેદારી રાખવી, જાણકારી આપવાના આદેશો તા.વિકાસ અધિકારી જી.એ.ધાંધલીયાએ કર્યા છે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.