તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગાંધીનગર તાલુકામાં માત્ર બે દિવસમાં જ કોરોનાના ચાર કેસ નોંધાયા છે. જ્યારે જાસપુરમાં માત્ર એક જ દિવસમાં છ કેસ નોંધાતા કોરોના વાઈરસનું સંક્રમણને અટકાવવા જિલ્લા વિકાસ અધિકારી રાવલે છાલા અને જાસપુર ગામમાં તારીખ 12મી, મેના સવારે 6 કલાકથી સંપુર્ણ લોકડાઉનનો આદેશ કર્યો છે. બન્ને ગામોમાં માત્ર દૂધ અને દવાઓની દુકાનો જ ખુલ્લી રાખવાની રહેશે. શાકભાજી, કરીયાણા સહિતની તમામ દુકાનો બંધ રાખવાની રહેશે. જ્યારે મેડિકલ સેવાઓ ચાલુ રાખવામાં આવશે. આદેશનો ભંગ કરનાર વ્યક્તિની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરાશે. સંપુર્ણ લોકડાઉનની અમલવારી બન્ને ગામોના સરપંચ અને તલાટીએ ટીડીઓના સીધા માર્ગદર્શન હેઠળ કરવાની રહેશે તેમ ડીડીઓએ જણાવ્યું છે. જિલ્લામા જે રીતે કોરોનાના કેસોની સંખ્યા વધી રહી છે તેના પર અંકુશ લાવવા માટે આરોગ્ય વિભાગ દ્વારા પૂરતા પ્રયાસો કરવામા આવી રહ્યા છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.