તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મદદ:રહેણાંક વિસ્તારના 95 અને 5 ટકા મેડિસીન પાર્સલ મેડિકલ સ્ટોર્સના હતાં

ગાંધીનગર10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 450 લોકોને દવાઓ પહોંચાડતું પોસ્ટલ વિભાગ

લોકડાઉનમાં ઘરે બેઠા વિવિધ રોગની દવાઓ ઓનલાઇન ઓર્ડર આપીને સ્પિડ પોસ્ટ મારફતે મંગાવી રહ્યા છે. જેમાં 48 દિવસના લોકડાઉનમાં જિલ્લામાં 450  લોકોએ મેડિસીન પાર્સલ મંગાવ્યા છે. જ્યારે 5 ટકા મેડિસીન પાર્સલ મેડિકલ સ્ટોર્સના માલિકોએ મંગાવ્યા છે.
કોરોનાથી બચવા રહેવાસીઓ વિવિધ બિમારીની દવાઓ ઓનલાઇન ઓર્ડર આપી સ્પિડ પોસ્ટથી મંગાવી રહ્યા છે. જેમાં એલોપેથીક, આર્યુવેદિક અને હોમીયોપેથીક દવાઓ મંગાવી રહ્યા છે. જિલ્લાના પોસ્ટલ વિભાગ દ્વારા 450  લોકોએ અત્યાર સુધી દવાઓ મંગાવી હોવાનું પોસ્ટલ વિભાગના કર્મચારીઓએ જણાવ્યું છે. દરરોજના સરેરાશ 15 મેડિસીન પાર્સલ આવતા હોવાથી જે વિસ્તારનું પાર્સલ હોય તેના પોસ્ટમેનને બોલાવીને ડિલીવરી કરાય છે. મેડિસીન બોક્સમાં મોટા પાંચેક ટકા અને નાના બોક્સ 95 ટકા આવતા હોવાનું કર્મચારીએ જણાવ્યું છે.
વધુમાં વધુ 35 કિલોનું પાર્સલ લેવાય છે
મેડિસીન પાર્સલ વધુમાં વધુ 35 કિલોનું લેવાનો પોસ્ટલ વિભાગનો નિયમ છે. કાચની બોટલમાં લિક્વીડ દવા અને ઇજા કરે તેવી વસ્તુ મેડિસીનના પાર્સલમાં મુકી શકાતી નથી. જો પ્લાસ્ટીકની બોટલમાં લિક્વીડ દવા હોય તો સીલબંધની સાથે સાથે થર્મોકોલથી ફરજિયાત પેક કરવાનો નિયમ છે. 
મુંબઇના પાર્સલ સ્વિકારાતા નથી
મુંબઇમાં કોરોનાના સૌથી વધારે પોઝીટીવ કેસ છે. આથી તેનુ સંક્રમણ અન્ય રાજ્યો ફેલાય નહી તે માટે મુંબઇના પાર્સલ સ્વિકારવામાં આવતા નથી. હાલમાં કોરોનાની મહામારીને પગલે પાર્સલ મોકલનારનું નામ, સરનામું સહિતની વિગતો ખાસ સોફ્ટવેરથી નોંધી રાખવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો