તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં મંગળવારે એક પણ કેસ નોંધાયો નથી, એ નગરના રહીશો માટે રાહતના સમાચાર છે. 8 દિવસ પહેલાં તા. 4 મેએ પણ નગરમાં એક પણ કેસ નોંધાયો નહોતો. બીજી તરફ મંગળવારે કોરોના પૉઝિટિવ દર્દીઓની સંખ્યા મુદ્દે જિલ્લા તથા રાજ્યની યાદીમાં વિસંગતતા જોવા મળી હતી. જિલ્લા આરોગ્ય વિભાગની યાદીનું માનીએ તો મંગળવારે શૂન્ય એટલે કે એક પણ કેસ નોંધાયો નહોતો પરંતુ રાજ્યની યાદીને સત્તાવાર ગણીએ તો 3 કેસ નોંધાયા છે. આમ, રાજ્ય અને જિલ્લા વચ્ચે સંકલનનો અભાવ છે કે છબરડો થયો છે, તેની ચર્ચાએ વેગ પકડ્યો છે. વાવોલમાં રહેતા સિવિલ હૉસ્પિટલના બ્રધર અને કલોલના બોરીસણા ગામની મહિલાને પૉઝિટિવ રીપોર્ટ આવ્યો છે. દરમિયાન મહાપાલિકા વિસ્તારમાં 2 અને ગ્રામ્ય વિસ્તારમાંથી 9 દર્દી સાજા થઈ જવાથી તેમને રજા આપવામાં આવી હતી.
વાવોલ ગામમાં રહેતા અને ગાંધીનગર સિવિલ હૉસ્પિટલમાં બ્રધર તરીકે સેવારત રહેલા 32 વર્ષીય યુવાનને ગળામાં દુખાવો થતાં કોરોનાનો ટેસ્ટ કરાવાયો હતો, જે પૉઝિટિવ આવ્યો છે. તેનાં પત્ની અને 4 વર્ષની પુત્રીને ફૅસિલિટી સેન્ટરમાં ક્વોરન્ટાઇન કરવામાં આવ્યાં છે. તેના રહેણાક વિસ્તારમાં દવાનો છંટકાવ કરાયો હતો. કલોલના બોરીસણા વિસ્તારમાં રહેતી 37 વર્ષીય યુવતી કોરોના પૉઝિટિવ હોવાનું આરોગ્ય વિભાગનાં સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. ગત સપ્તાહમાં અમદાવાદમાં કસ્તુરીનગરમાં પિયરમાં માતાને મળવા અને કામમાં મદદ કરવા ગઈ હતી. સોમવારે તેના નોઝ અને થ્રોટ સ્વેબના સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેનો મંગળવારે રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો.
જિલ્લા વિકાસ અધિકારી આર. આર. રાવલે જણાવ્યું કે, 24 કલાકમાં એક પણ પૉઝિટિવ કેસ મળ્યો નથી તેમજ એક પણ મૃત્યુ થયું નથી. ગ્રામ્યમાં અત્યાર સુધીમાં કુલ 84 કેસ છે, જેમાં 50 સ્ટેબલ છે અને 29ને ડિસ્ચાર્જ કરાયા છે તેમજ 5 વ્યક્તિનાં મૃત્યુ થયાં છે. મહાપાલિકા વિસ્તારમાં કુલ 50 કેસ નોંધાયા તેમાંથી 23 દર્દી સારવાર હેઠળ છે, 26ને રજા અપાઈ છે અને 1 દર્દીનું મૃત્યુ થયું છે.
ગાંધીનગર તાલુકામાં કુલ 44 કેસમાંથી 24 દાખલ અને 18 ડિસ્ચાર્જ, માણસા તાલુકામાં કુલ 7માંથી 3 એડમીટ અને 4 ડિસ્ચાર્જ, કલોલ તાલુકામાં કુલ 21 કેસમાંથી 16 એડમીટ, ૩ ડિસ્ચાર્જ અને 2નાં મૃત્યુ થયાં છે. દહેગામ તાલુકામાં કુલ 12 કેસમાં 7 એડમીટ, 4 ડિસ્ચાર્જ અને 1નું મૃત્યુ થયું છે. આમ ગ્રામ્યમાં 59.5 ટકા કેસ એડમીટ છે. 34.5 ટકા કેસ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને 5.95 ટકા કેસના મૃત્યુ થયાં છે.
શહેરમાં 408, ગ્રામ્યમાં 1515 વ્યક્તિ ક્વોરન્ટાઇન હેઠળ
ગાંધીનગર શહેર અને ગ્રામ્યમાં મળીને જિલ્લામાં હાલમાં ક્વોરન્ટાઇન રાખવામાં આવેલા વ્યક્તિની સંખ્યા 1923 પર પહોંચી ગઇ છે. આરોગ્ય શાખાના જણાવવા પ્રમાણે ગ્રામ્ય વિસ્તારમાં કુલ મળીને 1515 અને શહેરમાં 408 વ્યક્તિને ક્વોરન્ટાઇન હેઠળ લેવામાં આવ્યા છે ગ્રામ્યમાં 1382 વ્યક્તિ હોમ ક્વોરન્ટાઇન, 66 વ્યક્તિ સરકારી ફેસિલટીમાં અને 67 વ્યક્તિ ખાનગી ફેસીલીટીમાં છે. જ્યારે શહેરમાં 323 ઘરે અને 85 વ્યક્તિ ફેસીલીટી સેન્ટરમાં છે.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.