તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોના વાયરસ સંબંધમાં જાહેર કરાયેલા 3જા લોકડાઉનની મુદ્દત આડે ગણતરીના દિવસો રહ્યાં છે. ત્યારે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ધંધા રોજગાર ચાલુ કરવા સાથે જનજીવન થાળે પાડવા માટે પ્રક્રિયા શરૂ કરી દેવા છે. મંગળવારે મુખ્યમંત્રીએ વિડીયો કોન્ફરન્સ કરીને ગાંધીનગરના કલેક્ટર તથા મ્યુનિસિપલ કમિશનર પાસેથી શહેર અને જિલ્લાની માહિતી મેળવી હતી. જોકે કલેક્ટર ડૉ. કુલદિપ આર્યએ કહ્યું કે ગાંધીનગર જિલ્લો જ્યાં સુધી રેડઝોનમાંથી બહાર નહીં આવે ત્યાં સુધી ધંધા રોજગાર માટેની હાલની સ્થિતિમાં કોઇ બદલાવ આવશે નહીં. જોકે તારીખ 17મીએ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય મંત્રાલયના પરામર્સમાં કોઇ નવી ગાઇડલાઇન આપવામાં આવે તો તેને અનુસરવામાં આવશે. પાટનગર સહિત ગાંધીનગર જિલ્લામાં એપ્રિલ મહિનાના અંત અને મે મહિનાની શરૂઆતે કોરોના પોઝિટીવ કેસની સંખ્યા ધડાધડ વધવાની સાથે તારીખ 2 મેથી ગાંધીનગર જિલ્લાને રેડઝોનમાં મુકાયો હતો અને પાટનગરમાં 12 સેક્ટર, પેથાપુર, કલોલ નગરપાલિકા વિસ્તાર તથા 30 ગામમાં કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવાની સાથે લોકડાઉનનો સંપૂર્ણ અમલ કરાવવામાં આવી રહ્યો છે. કલેક્ટરે જણાવ્યું કે સતત 14 દિવસ સુધી એકપણ પોઝિટીવ કેસ ન આવે તો રેડઝોનમાંથી મુક્તિ મળે તેવી હાલ સુધીની ગાઇડલાઇન હોવાથી અમદાવાદની સાથે ગાંધીનગરમાં ધંધા વેપાર પૂર્વવત કરી શકાશે નહીં. જો નવી માર્ગદર્શિકા આવશે તો તેનું પાલન કરવામાં આવશે.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.