તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વોરિયર:હું બાળકોને સાચવી લઇશ.. પતિની ખાતરીથી કોરોનાની સારવારમાં સિવિલમાં નર્સને હિંમત મળી

ગાંધીનગર10 મહિનો પહેલા
 • કૉપી લિંક
પરિવાર સાથે નર્સ નયના ડોડીયાર. - Divya Bhaskar
પરિવાર સાથે નર્સ નયના ડોડીયાર.
 • હાઇ યુરીક એસિડની બિમારી છતાં ફરજમાં અડીખમ

હાઇ બીપી, હાઇ યુરીક એસિડની બિમારી ઉપરાંત એક બેબી ડાઉન સિન્ડ્રોમ હોવા છતાં ગાંધીનગર સિવિલમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર નયના ડોડીયાર કરી રહ્યા છે. હું બાળકોને સાચવી લઇશ, તું કોરોનાને હરાવવાની લડાઇમાં ઉતરી જા… તેવી પતિએ હિંમત આપતા બમણા જુસ્સા સાથે દર્દીઓની સારવાર કરી રહ્યા છે. 
3 દીકરીમાંથી એકને ડાઉન સિન્ડ્રોમની બિમારી
આવતીકાલ વિશ્વ નર્સ ડે છે ત્યારે ગાંધીનગર સિવિલમાં કોરોના અસરગ્રસ્ત દર્દીઓની સારવાર કરી રહેલા નર્સ નયનાબેનની હિંમતને સલામ કરવાનું મન થાય છે. નયનાબહેને જણાવ્યું છે કે કોવીડ-19નું કોરોનાની મહામારી કાને પડતા જ ડર ઉભો થાય છે. પરંતુ એક નર્સ તરીકે કોરોનાને હરાવવા ભગવાનની શક્તિ હોય તો જ જંગ જીતાય છે. 
ગત 27મી, એપ્રિલે કોરોના અસરગ્રસ્ત દર્દીઓની સારવારની ડ્યુટી સોંપતા મારી હાઇ બી.પી. અને હાઇ યુરીક એસીડની બિમારીને લીધે પ્રોટીન લેવાતું નથી. બાળકોને કેવી રીતે સાચવીશ સહિતની મુંઝવણના ઉકેલ માટે પતિ સંદિપ કલાસવાને વાત કરી તો હું બાળકોને સાચવી લઇશ તું તારી ફરજ બજાવવાની હિંમત આપી હતી. પતિએ હિંમત આપતા છ વર્ષ, ચાર વર્ષ અને દોઢ વર્ષની દિકરીઓને પતિને હવાલે કરી ડ્યુટી સંભાળી હતી.
સિસ્ટરની ત્રણ દીકરીમાંથી એક ડાઉન સિન્ડ્રોમની બિમારી હોવા છતાં દર્દીઓની સારવાર નયનાબેન કરી રહ્યા છે. આથી સિસ્ટરની દીકરીઓને કોરોનાનો ચેપ લાગે નહી તે માટે નર્સિંગ સુપરિન્ટેન્ડન્ટ જાગૃતિબેન પટેલે નર્સિંગ કોલેજની હોસ્ટેલમાં રહેવાની વ્યવસ્થા કરી આપી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો