તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છબરડો:ગાંધીનગર જિલ્લામાં કોરોનાના કેટલા દર્દી? 136 કે 142: મનપાના 50, જિ.પં.ના 86 કેસ જ્યારે રાજ્યની યાદીમાં 6 કેસનો ગોટાળો

ગાંધીનગર10 મહિનો પહેલા
 • કૉપી લિંક
મંગળવારે રાજ્યની યાદીમાં 3 કેસ હતા, તેમાંથી જિલ્લાએ બુધવારે માત્ર 2 કેસ નોંધતા અસમંજસ. - Divya Bhaskar
મંગળવારે રાજ્યની યાદીમાં 3 કેસ હતા, તેમાંથી જિલ્લાએ બુધવારે માત્ર 2 કેસ નોંધતા અસમંજસ.
 • જિલ્લામાં મહિલા કરતાં પુરુષોના મોતની ટકાવારી વધુ

ગાંધીનગર મનપા વિસ્તારમાં બીજા દિવસે બુધવારે એક પણ કેસ નોંધાયો નથી. એ જ રીતે જિલ્લામાં પણ એક પણ કેસ નોંધાયો નથી. રાજ્ય આરોગ્ય વિભાગે મંગળવારે 3 કેસ દર્શાવ્યા હતા, તેમાંથી જિલ્લા આરોગ્ય વિભાગે બુધવારે 2 કેસ જ દર્શાવ્યા છે. આમ, રાજ્ય અને જિલ્લાની યાદીમાં 24 કલાકનું અંતર આવે છે, પરંતુ તેની સાથેસાથે આંકડાની પણ વિસંગતતા જોવા મળે છે. રાજ્યની યાદીમાં મંગળવારે 3 કેસ નોંધાયા હતા જ્યારે જિલ્લાએ માત્ર 2 જ કેસ દર્શાવ્યા છે. એ જ રીતે, મહાનગરપાલિકાની યાદીમાં 50 અને જિલ્લામાં 86 મળી અત્યાર સુધીમાં કુલ 136 કેસ નોંધાયા છે જ્યારે રાજ્ય સરકારની યાદી 142 કેસ નોંધાયા હોવાનું દર્શાવે છે. આમ, જિલ્લા અને રાજ્યની યાદીમાં 6 કેસનો તફાવત જોવા મળે છે.
ગ્રામ્ય વિસ્તારોના 86 કેસમાંથી મહિલાના 2.50 ટકાની સામે પુરૂષોમાં 8.51 ટકા મોતનું પ્રમાણ રહ્યું હતું. ગ્રામ્ય વિસ્તારના કેસોમાં 4 બાળક, 38 મહિલા અને 44 પુરૂષનો સમાવેશ થાય છે. એ જ રીતે ગ્રામ્ય વિસ્તારમાં કુલ 5 દર્દીનાં મોત થયાં છે, જેમાં પુરૂષનાં મોતનું પ્રમાણ 8.51 ટકાની સરખામણીએ મહિલાઓમાં મોતનું પ્રમાણ ઓછું એટલે 2.50 ટકા છે, જેમાં કોલવડાની 53 વર્ષીય મહિલાને બ્રેસ્ટ કૅન્સર હતું જ્યારે અડાલજના વૃદ્ધને હાઈ બીપી, કલોલના વૃદ્ધને બીપીની બીમારી, દહેગામ તાલુકાના ઇસનપુર ડોડિયાના યુવાનને માથામાં ઈજા, કલોલના વૃદ્ધ અને આધેડને હૃદયની બીમારી પણ હતી.ગાંધીનગર તાલુકાના 45માંથી 25 દર્દીની સારવાર ચાલુ છે અને 18ને રજા અપાઈ છે. માણસાના 7 દર્દીમાંથી 4ને રજા અપાઈ છે. કલોલના 22 દર્દીમાંથી 17 સારવાર હેઠળ છે. દહેગામના 12 દર્દીમાંથી 5 સારવાર હેઠળ આ જિલ્લામાં કુલ 86 કેસમાંથી 50 દર્દી હૉસ્પિટલમાં હોવાથી ટકાવારીમાં 58.13 થાય છે જ્યારે 31 દર્દીને રજા અપાતાં સાજા થનારા દર્દીઓની ટકાવારી 36.04 થાય છે.
ગાંધીનગર તેમજ કલોલમાં કોરોનાના લીધે 2-2 દર્દીનાં મોત, માણસામાં એક પણ નહીં
ગાંધીનગર તાલુકામાંથી કુલ 45માંથી 2 દર્દીના તે જ રીતે કલોલ તાલુકામાં 22માંથી 2 દર્દીના અને દહેગામ તાલુકામાંથી 12માંથી 1 દર્દીનું મોત થયું છે. માણસા તાલુકાના એકપણ દર્દીનું મોત નિપજ્યું નથી.
45 સગા, 23 અન્ય-19માં અમદાવાદ જવાબદાર
ગ્રામ્ય વિસ્તારના કુલ 86 કેસમાંથી 45 લોકો પરિવાર કે સગાઓ કોરોના પોઝિટિવ વ્યક્તિના સંપર્કથી ચેપગ્રસ્ત બન્યા છે. જ્યારે 23 લોકો અન્ય કારણથી અને 19 વ્યક્તિઓ અમદાવાદથી કોરોનાથી સંક્રમિત થયા હોવાનું જિલ્લા આરોગ્ય તંત્રએ લીધેલી દર્દીઓની હિસ્ટ્રીમાંથી જાણવા મળ્યું છે.
સેક્ટર 28માં સૌથી વધુ 10 કેસ 
ગાંધીનગરમાં તા. 11 મે સુધીમાં સૌથી વધુ સેક્ટર 28માં 10 દર્દી નોંધાયા છે જ્યારે સેક્ટર 2માં 8, સેક્ટર 29માં 7, સેક્ટર 3માં 6, સેક્ટર 3 ન્યુમાં 5, સેક્ટર 23માં 4, સેક્ટર 7 અને 8માં 2-2 તથા સેક્ટર 5, 12, 13, 17, 22, અને સેક્ટર 1માં 1-1 કેસ નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો