તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કેન્દ્રના પગલે ગુજરાત સરકાર પણ વેપાર ઉદ્યોગકારો માટે ખાસ પેકેજ જાહેર કરી શકે છે, આજે મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં પણ પેકેજ અંગેની ચર્ચા કરવામાં આવી હતી, દરમિયાનમાં કેન્દ્રીય નાણાંમંત્રીની આજે પેકેજની જાહેરાત કર્યા બાદ તેના આધારે ગુજરાત સરકાર આર્થિક પેકેજ જાહેર કરી શકે છે.
કેન્દ્રને પગલે રાજ્ય સરકાર પણ રાહત આપે તેવી શક્યતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશ માટે રૂ.20 લાખ કરોડનું આર્થિક પેકેજ જાહેર કર્યું છે અને આજથી તેના પર રોજ-બરોજ નાણામંત્રી નિર્મલા સીતારામન જાહેરાત કરશે. તે વચ્ચે હવે ગુજરાત સરકાર પણ રાજ્યનાં લોકો માટે કોઈ ખાસ રાહત પેકેજ જાહેર કરવાની દિશામાં આગળ વધી રહી છે છે. રાજય સરકારે કેન્દ્ર સરકાર દ્વારા જે લાભો પેકેજ સ્વરૂપે અપાયા છે તે ઉપરાંત રાજયનાં લોકોને વધારાનાં લાભ-રાહત મળે તે માટે આજની કેબિનેટની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.
રાજ્ય લેવલે વધારાની રાહતનું પેકે અપાશે
ગુજરાત સરકારના એક અધિકારીએ આ અંગે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર માટે પણ ગુજરાતનાં લોકો માટે પેકેજ જાહેર કરવું જરૂરી છે. એક વખત કેન્દ્રનાં પેકેજની જાહેરાત થઈ જાય પછી ગુજરાત સરકાર તેને રાજ્યની દ્રષ્ટિએ વધારાની રાહત આપતું પેકેજ આપશે. જેનાથી લોકોને મહતમ લાભ મળી રહેશે. રાજ્યના લોકો હવે આર્થિક ગતિવિધિ શરૂ થાય તે જોવા માંગે છે અને ગુજરાત સરકાર પણ વેપાર ઉદ્યોગકારોને નિરાશ કરશે નહીં.
કેબિનેટ મંત્રીઓની બે દિવસથી અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ
મુખ્યમંત્રી વિજય રૂપાણી સતત બે દિવસથી કેબિનેટ સાથીઓ રાજ્યના ટોચના અધિકારીઓ જિલ્લા કલેક્ટર સાથે વીડિયો કોન્ફરન્સથી વાતચીત કરીને રાજ્યની સ્થિતિની માહિતી મેળવી અને તા.17 બાદ લોકડાઉનનો અંત લાવવાના કે નિયંત્રિત કરવાની સાથે આર્થિક પેકેજ અંગેના નિર્ણયની રૂપરેખા તૈયાર કરવામાં આવી રહી છે.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.