તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:વિદેશથી આવનારાને એરપોર્ટથી ક્વોરન્ટાઇન સેન્ટરમાં મોકલાશે

ગાંધીનગર10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 14 દિવસ બાદ કોરોના ન જણાય તો મુક્તિ અપાશે
 • ઘરે જઇને પણ 14 દિવસ સેલ્ફ મોનિટરિંગ ફરજિયાત

વિવિધ હેતુસર વિદેશ ગયેલા અને ત્યાં ફસાયેલા નાગરિકોને પરત લાવવાના કેન્દ્ર સરકારના નિર્ણયના પગલે જિલ્લા તંત્ર હરકતમાં આવી ગયું છે. કલેક્ટર ડૉ. કુલદિપ આર્યએ જણાવ્યું કે આરોગ્ય મંત્રાલયની માર્ગદર્શિકા પ્રમાણે ગાંધીનગર શહેર કે જિલ્લામાં પરત ફરનારા વ્યક્તિઓને અમદાવાદ એરપોર્ટ પરથી સીધા જ ક્વોરન્ટાઇન સેન્ટરમાં મોકલાશે. જ્યાંથી તેમને સરકારી ફેસીલીટી સેન્ટરમાં નિશુલ્ક અથવા ખાનગીમાં સ્વ ખર્ચેના ફેસીલીટી સેન્ટરમાં જવાની પસંદગી આપવામાં આવશે. 14 દિવસના આ ક્વોરન્ટાઇન ગાળા બાદ કોરોનાના લક્ષણ ન જણાય તો મુક્તિ અપાશે. પરંતુ ઘરે જઇને પણ વ્યક્તિએ 14 દિવસ માટે સેલ્ફ મોનીટરિંગ કરવાનું રહેશે. તા.11થી 14 દરમિયાન વિવિધ દેશમાંથી ઉડ્ડયન મંત્રાલયે નક્કી કર્યા મુજબની ફ્લાઇટ્સ અમદાવાદ એરપોર્ટ પર આવશે. તેમાં આવનારા મુસાફરો અંગે વિદેશ મંત્રાલય દ્વારા આગોતરી જાણ કરવામાં આવશે. વિદેશ આવનાર દરેક વ્યક્તિને ક્વોરન્ટાઇન કરવા સબંધિ વ્યવસ્થાપન માટે કલેક્ટર દ્વારા પાટનગર યોજના વિભાગના કાર્યપાલક ઇજનેર એન એસ સાલવીની નોડલ ઓફિસર તરીકે અને મામલતદાર ચૂંટણી એન એમ પટેલની સહ નોડલ ઓફિસર તરીકે નિમણૂક કરાઇ છે. તેમની નીચે બે મેડિકલ ઓફિસર સહિત 9 અધિકારી કર્મચારીઓની ટીમ મુકવામાં આવી છે, તેમાં એસટી ડેપોના મેનેજરનો પણ ટ્રાન્સપોર્ટેશન સંબંધમાં સમાવેશ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો