Corona Update LIVE Gujarat / ચાર કોવિડ હોસ્પિટલ તૈયાર, એકપણ દર્દી વેન્ટીલેટર પર નથી, DGPએ કહ્યું-જ્યાં લોકો નહીં સમજે ત્યાં કાયદાનો ઉપયોગ કરવો પડશે

Danta MLA Kanti Kharadi Home Quarantine after return from jaipur by Health Department boarded the house
Danta MLA Kanti Kharadi Home Quarantine after return from jaipur by Health Department boarded the house
X
Danta MLA Kanti Kharadi Home Quarantine after return from jaipur by Health Department boarded the house
Danta MLA Kanti Kharadi Home Quarantine after return from jaipur by Health Department boarded the house

  • રાજ્યમાં કોરોનાના 44 દર્દી અને ત્રણના મોત
  • હવે જે પણ નવા દર્દી આવશે તેઓને નવી કોવિડ હોસ્પિટલમાં  દાખલ કરાશે 
  • 156 વેન્ટીલેટરનો ઓર્ડર આપ્યો
  • 20304 લોકોને ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યા, ક્વોરોન્ટાઇન ભંગની 236 ફરિયાદ
  • જ્યાં જ્યાં હોમ ક્વોરોન્ટાઇન છે ત્યાં હવે પોલીસ પણ દિવસમાં ચેકિંગ કરશે
  • ક્વોરોન્ટાઈન કરેલા લોકો ઘર બહાર નીકળશે તો કાર્યવાહી કરાશે

દિવ્ય ભાસ્કર

Mar 26, 2020, 10:30 PM IST

ગાંધીનગર: રાજ્યમાં કોરોનાના કુલ 44 દર્દીઓ નોંધાયા છે. જેમાંથી ત્રણના મોત થઈ ગયા છે. આ અંગે આ રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવિએ માહિતી આપતા જણાવ્યું કે ચારેય કોવિડ હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. હવે જે પણ નવા દર્દી આવશે તેઓને આજથી નવી કોવિડ હોસ્પિટલમાં રાખવામા આવશે. 156 વેન્ટિલેટરનો ઓર્ડર આપી દીધો છે અને એ આવી જશે. WHO(વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન)ની ગાઈડલાઈન મુજબ કોરોના વાઇરસના આઇસોલેશન વોર્ડ બનાવવામાં આવ્યા છે.અત્યારે એકપણ દર્દીને વેન્ટીલેટરની જરૂર નથી. જ્યારે રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ જ્યાં જરૂર પડશે ત્યાં કાયદાનો ઉપયોગ કરવો પડશે.

જ્યાં છો ત્યાં જ રહો અને સુરક્ષિત છોઃ પોલીસ વડા

તેમજ પોલીસ વડાએ લોકોને અપીલ કરતા કહ્યું કે, લોકોને ઘરમાં રહો સુરક્ષિત રહો. કોઈ જગ્યાએ ભીડભાડ થાય ત્યાં અધિકારીઓ મુલાકાત લઈ ત્યાંના લોકો સાથે વાત કરીને કાર્યવાહી કરવા જણાવ્યું છે. પોલીસને વિનમ્રતા અને સાવચેતી સાથે ફરજ બજાવવા અપીલ કરું છું. એક શહેરમાંથી બીજા શહેરમાં જવા માંગે છે તેઓને અપીલ છે કે જ્યાં છો ત્યાં જ રહો અને સુરક્ષિત છો. જ્યાં જ્યાં હોમ ક્વોરોન્ટાઇન છે ત્યાં હવે પોલીસ પણ દિવસમાં ચેકિંગ કરશે કે ઘરમાં રહે છે કે નહીં અને જો ઘરની બહાર નીકળે તો કાર્યવાહી કરવામાં આવે તેવી સૂચના આપી છે. જાહેરનામા ભંગના 250 ગુના થયા છે અને ક્વોરોન્ટાઇન ભંગના 236 ગુના નોંધાયા છે.લોકડાઉનમાં લોકોને સમજાવીએ છીએ, જ્યાં લોકો નહીં સમજે ત્યાં કાયદાનો ઉપયોગ કરવો પડશે.
વીજ બિલ ભરવાની મુદત 15મી મે 
રાજ્યમાં નાના વેપારીઓ, દુકાનદારો અને ઉદ્યોગો તેમજ ઘર વીજ વપરાશકારો જેમને જીઇબી-ગુજરાત ઇલેકટ્રીક સિટી બોર્ડના વીજ બિલ ભરવાના થાય છે તેમની માર્ચ અને એપ્રિલ મહિનાના બીલ ભરવાની મુદત તા. 15મી મે સુધી કરવામાં આવી છે. તદ્દઉપરાંત જો બીલ નિયમિત ન ભરાય તો પેનલ્ટી કે કનેકશન કાપી નાખવાની બાબત પણ મોકૂફ રાખવામાં આવી છે. 

સૌથી વધુ દર્દી અમદાવાદમાં

આરોગ્ય અગ્ર સચિવે કહ્યું કે, આ 44 દર્દીમાં અમદાવાદના 15, સુરતના 7, ગાંધીનગરના 7, વડોદરાના 8 અને રાજકોટના 5, કચ્છ 1 અને ભાવનગર 1નો સમાવેશ થાય છે.

ક્વોરોન્ટાઈન ભંગ કરવા બદલ 236 ફરિયાદ નોંધાઈ

જ્યારે 20304 લોકોને ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યા છે અને ક્વોરોન્ટાઈન ભંગ કરવા બદલ 236 ફરિયાદ નોંધાઈ છે.

ભાવનગરમાં વધુ એક મોત સાથે કુલ મૃત્યુઆંક 3 થયો
ભાવનગરમાં કોરોનાના કારણે વધુ એક મોત થયું છે અને મૃત્યુઆંક 3 પર પહોંચ્યો છે.    ભાવનગરના એકમાત્ર કોરોના પોઝિટિવ કેસના દર્દી એવા કરચરિયા પરાના 70 વર્ષીય વૃદ્ધનું મોત થતાં રાજ્યમાં મૃતાંક 3 થયો છે. કોરોનાથી મોત થતાં શહેરમાં સન્નાટો વ્યાપી ગયો છે. તેઓ સર ટી હોસ્પિટલમાં છેલ્લા 14 દિવસથી ક્વોરેન્ટાઈન હતા. તેઓ દિલ્હીથી પ્રવાસ કરીને

24 કલાક સેન્ટ્રલાઇઝડ કંટ્રોલરૂમ કાર્યરત

મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે, રાજ્યમાં જીવન આવશ્યક ચીજવસ્તુઓ નાગરિકોને પર્યાપ્ત માત્રામાં અને સરળતાએ મળી રહે તે માટે સંપૂર્ણ તકેદારી અને મોનિટરીંગ માટે ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર SOEC ખાતે એક 24x7 સેન્ટ્રલાઇઝડ કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. આ કંટ્રોલરૂમની હેલ્પલાઇન નંબર-1070 તથા ૦79- 23251900 પર સંપર્ક સાધીને નાગરિકો જરૂરી વિગતો મેળવી શકે છે, તેમ તેમણે ઉમેર્યુ હતું.

ગૌણ સેવા પસંદગી મંડળ પરીક્ષા મોકૂફ રાખી
5 એપ્રિલ 2020ના રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા યોજાનાર મિકેનિક અને ઇકોનોમિક ઇન્વેસ્ટિગેટર તથા તારીખ 19 એપ્રિલે યોજાનારી લેબ આસિસ્ટન્ટ તેમજ વર્ગ-૩ સંવર્ગની પ્રથમ તબક્કાની લેખિત પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. પરીક્ષાની નવી તારીખો હવે પછી જાહેર કરવામાં આવશે.
ભાવનગર આવ્યા હતા. 

દાંતાના ધારાસભ્ય હોમ ક્વોરોન્ટાઈન
રાજ્યસભાની ચૂંટણીની પગલે કોંગ્રેસ તેના ધારાસભ્યોને જયપુરના શિવ પેલેસ રિસોર્ટમાં લઈ ગયા હતા. પરંતુ તાજેતરમાં જ રાજ્યસભાની ચૂંટણી મોકૂફ રખાતા તમામ ધારાસભ્યો અમદાવાદથી પરત ફર્યા હતા. જેમાં બનાસકાંઠા જિલ્લાના દાંતાથી ધારાસભ્ય કાંતિ ખરાડી પણ ગયા હતા. જેને પગલે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા તેમના ઘર આગળ હોમ ક્વોરેન્ટાઈન બોર્ડ લગાવ્યું હતું. તેઓ 7 એપ્રિલ સુધી હોમ ક્વોરેન્ટાઈન કરાયા છે.

આણંદ જિલ્લામાં 833 લોકો એબ્ઝર્વેશન હેઠળ
કોરોના અંતર્ગત આણંદ જિલ્લામાં 2334 પેસેન્જરોનું ફોલોઅપ કરવામાં આવ્યું છે. જેમાંથી 1401 પેસેન્જરોનું ફોલોઅપ પૂર્ણ થયું છે અને 833 લોકો એબ્ઝર્વેશન હેઠળ છે. જો કે આણંદ જિલ્લામાં હજું એક પણ કોરોના પોઝટિવ કેસ નોંધાયો નથી.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી