તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
24 કલાકના વિરામ બાદ 2 કોરોના વોરિયર અને 8 માસની બાળકી અને તબીબના પિતા સહિત કુલ 6 વ્યક્તિ કોરોનામાં સપડાઈ છે. કોરોના પૉઝિટિવના સંપર્કમાં આવેલી કુલ 22 વ્યક્તિને ક્વોરન્ટાઇન કરાઈ છે જ્યારે કોરોનાને મ્હાત આપનારી 8 વ્યક્તિને રજા અપાતાં હવે 14 દિવસ સુધી હોમ ક્વોરન્ટાઇન રહેશે.
હૉસ્પિટલની 2 નર્સ અને 1 નર્સની 8 મહિનાની પુત્રી, હૃદયની બીમારી ધરાવતાં 88 વર્ષનાં વૃદ્ધા, ગાંધીનગર સિવિલ હૉસ્પિટલના તબીબના પિતા તેમજ ધોળકા કેડિલામાં નોકરી કરતા યુવાનની પત્ની કોરોનામાં સપડાયાં છે. પાટનગરમાં પોલીસ ચેકપોસ્ટ પર મુકાયેલી વનપાલ યુવતિનો રિપોર્ટ પણ પૉઝિટિવ આવ્યો છે. જ્યારે 4 વ્યક્તિને રજા અપાઈ હતી.
નાના ચિલોડામાં રહેતી યુ.એન.મહેતા હૉસ્પિટલની નર્સ સપડાઇ
યુ. એન. મહેતા હૉસ્પિટલમાં સ્ટાફ નર્સ 39 વર્ષીય મહિલા પરિવાર સાથે નાના ચિલોડા રહે છે. પાંચેક દિવસથી શરદી, ખાંસીની બીમારી પર દવાની અસર ન થતાં 12 મેએ કરાવેલો ટેસ્ટ પૉઝિટિવ આવતાં ઘરમાં જ સારવાર ચાલુ કરી છે. મહિલાના પતિ અમદાવાદ પોલીસમાં છે. પરિવારની 3 વ્યક્તિને હોમ ક્વોરન્ટાઇન કરાઈ છે.
કોવિડ વોર્ડમાં નોકરી કરતી સ્ટાફ નર્સ કોરોનાની ઝપટમાં આવી
અમદાવાદ સિવિલમાં સ્ટાફ નર્સ તરીકે નોકરી કરતી અને નાના ચિલોડામાં રહેતી 28 વર્ષીય મહિલાએ તા. 17થી 23 એપ્રિલ સુધી કોવિડ વોર્ડમાં નોકરી કરી હતી. નર્સનો રિપોર્ટ પૉઝિટિવ આવતાં સમરસ કોવિડ સેન્ટરમાં દાખલ કરી છે. પરિવારની 2 વ્યક્તિ અને સ્ટાફની 9 નર્સને હોમ ક્વોરન્ટાઇન કરાઈ છે.
ગાંધીનગર હૉસ્પિટલના તબીબના પિતા કોરોના પોઝિટિવ
ગાંધીનગર સિવિલ હૉસ્પિટલમાં નોકરી કરતા અને ભાટમાં રહેતા તબીબના 79 વર્ષીય પિતાનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવતાં એસવીપી હૉસ્પિટલમાં દાખલ કર્યા છે. વૃદ્ધના પરિવારની 3 વ્યક્તિને હોમ ક્વોરન્ટાઇન કરાઈ છે. વૃદ્ધને શરદી, કફની બીમારી હોવાથી પુત્રે ઘરે જ સારવાર કરી હતી પરંતુ બીમારી યથાવત્ રહેતાં કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો.
અડાલજના વૃદ્ધા જાન્યુઆરીમાં ન્યુજર્સીથી આવ્યાં હતાં
જાન્યુઆરીમાં ન્યુજર્સીથી અડાલજ આવેલાં 88 વર્ષીય વૃદ્ધાને તા. 14થી 24 એપ્રિલ વચ્ચે બ્રેઇન સ્ટ્રોક આવતાં સ્ટર્લિંગ હૉસ્પિટલમાં દાખલ કરાયાં હતાં અને 24 એપ્રિલે રજા અપાઈ હતી. સાવચેતીરૂપે તેમનો ટેસ્ટ કરાવાયો હતો, જે પૉઝિટિવ આવતાં સારવારમાં લેવાયા છે. સંપર્કવાળી 6 વ્યક્તિને હોમ ક્વોરન્ટાઇન કરાઇ છે.
કોરોના વોરિયર એવી 3 વર્ષના બાળકની માતા ચેપગ્રસ્ત બની
પાટનગરમાં 51મો પૉઝિટિવ કેસ આવ્યો છે. 3 વર્ષના બાળકની માતા એવી સેક્ટર 7ના સર્કલ પરની પોલીસ ચેકપોસ્ટ પર ફરજ બજાવતી અને સે-21માં ફોરેસ્ટ ગાર્ડ 30 વર્ષીય યુવતિનો રિપોર્ટ ચેપગ્રસ્ત હોવાનો આવ્યો છે. આરોગ્ય તંત્રે તેનાં બાળક, પતિ ઉપરાંત ચેક પોસ્ટ પરના પ્રોબેશનરી પોલીસ ઇન્સ્પેક્ટર, 2 લેડી કોન્સ્ટેબલ સહિત 4 પોલીસ અને અન્ય 8 વ્યક્તિને ક્વોરન્ટાઇન કર્યાં છે.
જિલ્લાના 2 તબીબ સહિત 7 આરોગ્ય કર્મચારીઓ કોરોનાની ઝપટમાં
ગાંધીનગર સિવીલ હોસ્પિટલના ફિઝીશયન કોરોનાનો ભોગ બન્યા બાદ વાવોલમાં રહેતો બર્ધરનો રિપોર્ટ કોરોના પોઝીટીવ આવ્યો છે. ત્યારબાદ છાલા પીએચસીની નર્સીંગ સ્ટાફ, ભાટ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સીએચઓ, વેડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર અને ફાર્માસિસ્ટ, એમપીએચડબલ્યુ સહિત કુલ સાત કર્મચારીઓ કોરોનાનો ભોગ બન્યા છે.
છાલા પીએચસીના નર્સની 8 માસની દીકરી કોરોનામાં સપડાઇ
છાલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સ્ટાફ નર્સ કોરોનામાં સપડાયા બાદ તેના પરિવારની 3 વ્યક્તિને ચેપ લાગ્યા બાદ ગુરુવારે નર્સની 8 માસની દીકરીનો રિપોર્ટ પણ પૉઝિટિવ આવતાં ગાંધીનગર સિવિલ હૉસ્પિટલમાં દાખલ કરાઈ છે. તેના સંપર્કવાળી 2 વ્યક્તિને પ્રેક્ષાભારતી ખાતે ફેસિલિટી સેન્ટરમાં ક્વોરન્ટાઇન કરાઈ છે.
ધોળકા કેડિલાના કર્મચારીની પત્નીને પણ ચેપ લાગ્યો
ધોળકાની કેડિલા કંપનીમાં નોકરી કરતા વાવોલના યુવાનને કોરોના થયા બાદ પરિવારના 4 સભ્યને ચેપ લાગ્યો હતો. ગુરુવારે યુવાનની 27 વર્ષીય પત્નીનો રિપોર્ટ પૉઝિટિવ આવતાં તેને ગાંધીનગર સિવિલ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.