કોરોના ગુજરાત LIVE / રાજ્યમાં એક જ દિવસમાં કોરોનાના સૌથી વધુ 374 નવા કેસ અને સૌથી વધુ 28ના મોત, મૃત્યુઆંક 290 અને કુલ દર્દી 5,428

Corona Gujarat LIVE More than 5,000 Corona positive cases in 45 days in Gujarat
Corona Gujarat LIVE More than 5,000 Corona positive cases in 45 days in Gujarat
Corona Gujarat LIVE More than 5,000 Corona positive cases in 45 days in Gujarat
Corona Gujarat LIVE More than 5,000 Corona positive cases in 45 days in Gujarat
X
Corona Gujarat LIVE More than 5,000 Corona positive cases in 45 days in Gujarat
Corona Gujarat LIVE More than 5,000 Corona positive cases in 45 days in Gujarat
Corona Gujarat LIVE More than 5,000 Corona positive cases in 45 days in Gujarat
Corona Gujarat LIVE More than 5,000 Corona positive cases in 45 days in Gujarat

  • રાજ્યમાં સતત પાંચમાં દિવસે 300થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા
  • અમદાવાદમાં 274, વડોદરામાં 25, સુરતમાં 25, મહેસાણામાં 21, મહીસાગરમાં 10, બનાસકાંઠામાં 7 ગાંધીનગરમાં 3, બોટાદમાં 3, દેવભૂમિ દ્વારકામાં 3, પાટણ, દાહોદ, અરવલ્લીમાં 1-1 કેસ 
  • અમદાવાદમાં 23, સુરતમાં 2, વડોદરા, ગાંધીનગર અને આણંદમાં 1-1ના મોત
  • અત્યાર સુધીમાં 80 હજાર 60 ટેસ્ટ કર્યાં, જેમાં 5428ના રિપોર્ટ પોઝિટિવ અને 74632ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે
  • કુલ 5428 દર્દીમાંથી 31 વેન્ટીલેટર પર, 4065ની હાલત સ્થિર, 1042 સાજા અને 290ના મોત થયા

દિવ્ય ભાસ્કર

May 03, 2020, 08:43 PM IST

ગાંધીનગર. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના એક જ દિવસમાં સૌથી વધુ 374 પોઝિટિવ કેસ નોંધાયા છે અને સૌથી વધુ 28 દર્દીના મોત  અને 146 દર્દી સાજા થયા છે. આમ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 290એ પહોંચ્યો છે અને કુલ દર્દી 5,428 દર્દી નોંધાયા છે. તેમજ 1042 દર્દી સાજા થયા છે. આ પહેલા 19 એપ્રિલે 367, 29 એપ્રિલે, 308, 30 એપ્રિલે 313, 1 મેના રોજ 326, 2મેના રોજ 333 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે સતત પાંચમાં દિવસે 300થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે.

મહેસાણામાં એક સાથે 21 કેસ સામે આવ્યા, 146 દર્દી સાજા થયા

રાજ્યમાં કોરોનાના કેસો અંગેની અપડેટ આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 374 નવા કેસ નોંધાયા છે. જેનું બ્રેકઅપ જોઈએ તો અમદાવાદમાં 274, વડોદરામાં 25, સુરતમાં 25, મહેસાણામાં 21, મહીસાગરમાં 10, બનાસકાંઠામાં 7 ગાંધીનગરમાં 3, બોટાદમાં 3 અને દેવભૂમિ દ્વારકામાં 3 અને પાટણ, દાહોદ, અરવલ્લીમાં 1-1 કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદમાં 23, સુરતમાં 2, વડોદરા, ગાંધીનગર અને આણંદમાં 1-1 દર્દીના મૃત્યુ થતા 28ના દર્દીના મૃત્યુ થયા છે. આ 26 મૃત્યુમાંથી 4 દર્દીના કોરોનાને કારણે અને 22ના અન્ય બીમારી, હાઈરિસ્ક અને કોરોનાને કારણે મૃત્યુ થયા છે. તેમજ આજે 146 દર્દી સાજા પણ થયા છે. કુલ 5428 દર્દીમાંથી 31 વેન્ટીલેટર પર અને 4065ની હાલત સ્થિર છે અને 1042 સાજા થઈને ઘરે પરત ફર્યાં છે તો અત્યાર સુધી 290 દર્દીના મૃત્યુ થયા છે. અત્યાર સુધીમાં 80 હજાર 60 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં 5428ના રિપોર્ટ પોઝિટિવ અને 74632ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

રાજ્યમાં 3 મેની સવારથી લઈ અત્યાર સુધીમાં બનેલી મહત્વપૂર્ણ ઘટનાઓ

સ્ટાફના કોરોનાગ્રસ્ત સભ્ય માટે બેડની વ્યવસ્થા ન કરતા GCRIના ડાયરેક્ટર સસ્પેન્ડ
ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટીટ્યૂટ(GCRI)ના ડાયરેક્ટર ડૉ.શશાંક પંડ્યાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સ્ટાફના 8થી વધુ સભ્યો કોરોના પોઝિટિવ હોવા છતાં તેમના માટે દવાઓ કે પલંગની વ્યવસ્થા ન કરી હોવાથી શશાંક પંડ્યાને સસ્પેન્ડ કર્યાં છે.

ઓરેન્જ, ગ્રીન કે રેડ ઝોનમાં પાન-માવાની દુકાન નહીં ખુલેઃ મુખ્યમંત્રીના સચિવ

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં લેવાયેલા નિર્ણની વિગતો આપતા મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું કે સમગ્ર રાજ્યમાં હજુ બે અઠવાડિયા સુધી પાન, ગુટખા, બીડી-સીગરેટની વેચાણ કરતી દુકાનો  અને  લિકર શોપ ચાલુ કરી શકાશે નહીં. આ નિર્ણયને પગલે  અમદાવાદ,વડોદરા, રાજકોટ અને સુરતમાં કોઇ છૂટછાટ આપવામાં આવશે નહીં. રાજકોટ ઓરેન્જ ઝોનમાં હોવા છતાં લોકડાઉનનો કડક અમલ કરાશે. દરેક ઝોનમાં સાંજે 7 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી ઘરમાં જ રહેવું પડશે. 

ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં હેરકટીંગ સલૂન, બ્યુટીપાર્લર, ટી સ્ટોલ ખુલ્લા રાખી શકાશે

આ નિર્ણય અંતર્ગત  ઓરેન્જ અને ગ્રીન ઝોન જાહેર થયેલા વિસ્તારોમાં હેરકટીંગ સલૂન, બ્યુટીપાર્લર અને ચા-કોફીની દુકાન-ટી સ્ટોલ ખુલ્લા રાખી શકાશે. ઓરેન્જ અને ગ્રીન ઝોન વિસ્તારોમાં કેબ અને ટેક્સી સેવાઓ ડ્રાઈવર વત્તા બે મુસાફરો સાથે ચાલુ કરી શકાશે. ગ્રીન ઝોન જાહેર થયેલા વિસ્તારોમાં એસ.ટી.ની બસો વધુમાં વધુ ૩૦ મુસાફરો સાથે ચાલુ થઇ
શકશે તેમજ ગ્રીન ઝોન વિસ્તારો પૂરતા  આંતરજિલ્લા અને જિલ્લાની આંતરિક બસ સેવાઓ શરુ થઇ શકશે. 

આ 6 નગરપાલિકા વિસ્તારોમાં કોઈપણ પ્રકારની છૂટછાટ નહીં

જ્યારે રાજ્યની નગરપાલિકા વિસ્તારો બોટાદ, બોપલ, ખંભાત, બારેજા, ગોધરા, ઉમરેઠ આ 6  નગરપાલિકાઓમાં પણ કોઇ જ વધારાની છૂટછાટો આપવામાં આવી નથી. 

પાટનગર જવાના મોટાભાગના રસ્તા બંધ

અમદાવાદનો ચેપ ગાંધીનગરમાં ફેલાવાના ડરે પોલીસ એલર્ટ થઈ ગઈ છે. જેને પગલે  ગાંધીનગર જવાના મોટાભાગના રસ્તા બંધ કરવામાં આવ્યા છે. માત્ર વૈષ્ણોદેવી સર્કલ અને એપોલો સર્કલથી ગાંધીનગર તરફ જવા દેવામાં આવે છે. તમામ પ્રવેશ પર ચેક પોસ્ટ શરૂ કરવામાં આવી છે. આ ચેક પોસ્ટ પર વાહન ચાલકોના નામ, મોબાઇલ નંબર અને પ્રવેશના કારણ સાથે નોંધણી થઈ રહી છે. ગાંધીનગરમાં IAS અધિકારીઓ અને રાજકારણીઓ રહેતા હોવાથી અમદાવાદનો ચેપ ગાંધીનગરમાં ફેલાવાનો ડર સતાવી રહ્યો છે.

પાટનગરમાં 3 દિવસમાં 33 કોરોનાના દર્દીઓ વધ્યા

અમદાવાદના કારણે ગાંધીનગર પણ હવે કોરોનાનું હોટસ્પોટ બની જાય છે. દિવસે અને દિવસે અમદાવાદ કનેક્શનથી ગાંધીનગર શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓનો ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં જ ૩૩ પોઝિટિવ દર્દીઓ નોંધાઇ ચુક્યા છે આ તમામ દર્દીઓને અમદાવાદથી ચેપ લાગ્યો હોવાનું સામે આવી રહ્યું છે. જે પૈકી ગઈકાલે વધુ 18 કેસ સામે આવ્યા હતા. આ સાથે  પોઝિટિવ દર્દીઓનો આંકડો 70 થયો છે. 

હોટસ્પોટ, કન્ટેઇનમેન્ટ-રેડ ઝોનમાંથી આવતા કર્મચારીઓને ગાંધીનગર ન આવવા સૂચના

આ પહેલા સામાન્ય વહીવટી વિભાગે હોટસ્પોટ, કન્ટેઈનમેન્ટ એરિયા અને રેડઝોનમાંથી આવતા કર્મચારીઓને ગાંધીનગર ન આવવા માટે સૂચના આપી હતી. જેને પગલે હાલ કોરોનાનું હોટસ્પોટ બનેલા અમદાવાદ શહેરમાંથી આવતા કર્મચારીઓને રાહત મળી ગઈ છે. સરકારી વિભાગમાં કોરોના સંક્રમણ ફેલાય નહીં તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે સામાન્ય વહીવટી વિભાગે ઓર્ડર પણ કરી દીધો છે.

કુલ દર્દી 5,428, 290ના મોત અને 1042 ડિસ્ચાર્જ((સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ))

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 3817 208 533
વડોદરા 350 25 146
સુરત  686 30 156
રાજકોટ 58 01 18
ભાવનગર  53 05 21
આણંદ 74 06 34
ભરૂચ 27 02 21
ગાંધીનગર 70 03 14
પાટણ 22 01 12
નર્મદા  12  00 10
પંચમહાલ   38 03 05
બનાસકાંઠા 36 01 14
છોટાઉદેપુર 14 00 10
કચ્છ  07 01 05
મહેસાણા 32 00 07
બોટાદ 30 01 3
પોરબંદર 03 00 03
દાહોદ  07 00 02
ખેડા 09 00 02
ગીર-સોમનાથ 03      00 03
જામનગર  01 01 00
મોરબી  01  00 01
સાબરકાંઠા 03 00 03
મહીસાગર 33 00 06
અરવલ્લી 20 01 08
તાપી  02 00 00
વલસાડ  06 01  02
નવસારી  08 00 02
ડાંગ  02 00 00
દેવભૂમિ દ્વારકા

02

00 00
સુરેન્દ્રનગર 01 00  01
કુલ  5428 290 1042

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી