તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજ્યમાં 10મેની સાંજથી 11મેની સાંજ સુધીમાં કોરોનાના 347 નવા કેસ નોંધાયા છે અને 20 દર્દીના મોત થયા છે તેમજ 235 દર્દી સાજા થયા છે. આમ અત્યાર સુધીમાં 8,543 દર્દી નોંધાયા છે અને મૃત્યુઆંક 513 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 2780 દર્દી સાજા થઈ ઘરે પરત ફર્યાં છે. જો કે કેસમાં ઘટાડો થવાની સાથે સાથે ટેસ્ટિંગ પણ ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાકમાં 2,978 ટેસ્ટ કરવામાં આવ્યા છે. એક સમયે રાજ્યમાં 5000થી વધુ ટેસ્ટ કરવામાં આવી રહ્યાં હતા. 9મેથી 10 મેની સાંજ દરમિયાન કુલ 1 લાખ 13 હજાર 493 ટેસ્ટ હતા. જેમાં આજે 2,978 ટેસ્ટનો વધારો થતાં 1,16,471 ટેસ્ટ થઈ ચૂક્યા છે.
અમદાવાદમાં 20ના મોત, અત્યાર સુધીમાં 1,16,471 ટેસ્ટ થયા
કોરોના અંગે અપડેટ આપતા રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે, છેલ્લા 24 કલાકમાં કોવિડ 19ના 347 કેસ નોંધાયા છે. તેમજ 6 દર્દીના કોરોનાથી અને 14ના અન્ય બીમારી, હાઈરિસ્ક તેમજ કોરોનાથી મૃત્યુ થયા છે. જેમાં અમદાવાદમાં 19 અને મહેસાણામાં 1 મોત થયું છે. નવા નોંધાયેલા કેસની વાત કરીએ તો અમદાવાદમાં 268, વડોદરામાં 29, સુરતમાં 19, ગાંધીનગરમાં 10, પંચમહાલમાં 4, ભરૂચમાં 3, સાબરકાંઠામાં 3, જામનગરમાં 3 કેસ,આણંદ અને મહેસાણામાં 2-2 તો ભાવનગર, નર્મદા, અવલ્લી અને જૂનાગઢમાં 1-1 કેસ નોંધાયો છે. કુલ 8,542 દર્દીમાંથી 31 વેન્ટીલેટર પર છે જ્યારે 5,218ની હાલત સ્થિર છે. તેમજ 2,780 દર્દી સાજા પણ થઈ ગયા છે. તેમજ કુલ 513 દર્દીના મૃત્યુ થયા છે. ટેસ્ટિંગ અંગે વાત કરીએ તો અત્યાર સુધીમાં 1,16,471 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં 8,542 પોઝિટિવ અને 1,07,929ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.
11મેની સવારથી લઈ અત્યાર સુધીની મહત્વપૂર્ણ ધટનાઓ
સીએમની ઊદ્યોગો-વેપાર-દુકાનો ખોલવા–શરૂ કરવાની રણનીતિ માટે વડાપ્રધાન સાથે ચર્ચા
દેશમાં લોકડાઉન અને કોરાનાની પ્રવર્તમાન સ્થિતિ સંદર્ભે આજે વડાપ્રધાન મોદીએ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથેની વિડિયો કોન્ફરન્સ દ્વારા બપોર 3 વાગ્યાથી બેઠક યોજી છે. જેમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વડાપ્રધાન સાથે ગુજરાતમાં કોવિડ-19ની સંક્રમણ સ્થિતિ, રાજ્ય સરકારે લીધેલા પગલાં ઊદ્યોગો-વેપાર-દુકાનો વગેરે ખોલવા –શરૂ કરવા માટે રાજ્ય સરકારની કામગીરી અને ભાવિ રણનીતિ અંગે ચર્ચા કરી હતી.
મોટા શહેરોમાંથી ગામડામાં જતા લોકો પર ખાસ નજર, શ્રમિકો તમામ નિયમ પાળે અને સહકાર આપેઃ DGP
રાજ્યમાં લોકડાઉનની સ્થિતિ અંગે અપડેટ આપતા રાજ્ય પોલીસવડા શિવાનંદ ઝાએ જણાવ્યું કે, મોટા શહેરોમાંથી ગામડામાં જતા લોકો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. શ્રમિકોને ખાસ સાવચેતી રાખવાની જરૂર છે. શ્રમિકોને તમામ નિયમ પાળવા અને સહકાર આપવા વિનંતિ કરું છું. હજુ પણ અનેક દુકાનો ખુલી રહેતી હોવાની ફરિયાદ મળી રહી છે. લોકો સહકાર આપશે તો જ સંક્રમણ વધતું અટકશે. સોશિયલ ડિસ્ટન્સિંગને જીવનનો ભાગ બનાવવો પડશે. કોરોના સામે લડાઈ લડવાની છે. ડ્રોનની મદદથી 12,243 ગુના નોંધાયા છે. સીસીટીવીની મદદથી 74 શખ્સની અટકાયત કરવામાં આવી છે.
અત્યાર સુધીમાં 2 લાખ 56 હજાર પરપ્રાંતીય શ્રમિકોને મોકલ્યાં, આજે વધુ 30 ટ્રેન રવાના થશેઃ અશ્વિની કુમાર
પરપ્રાંતીય શ્રમિકોને તેમના વતન મોકલવા અંગે મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું કે, અત્યાર સુધીમાં 2 લાખ 56 હજાર પરપ્રાંતીય શ્રમિકોને તેમના વતન મોકલવામાં આવ્યા છે. આજે વધુ 30 ટ્રેન રવાના કરવામાં આવશે. જેમાં અમદાવાદથી 9 ટ્રેન રવાના થશે. જ્યારે રાજકોટમાંથી બે ટ્રેન રવાના થશે જેમાંથી એક ઉત્તરપ્રદેશ અને એક મધ્યપ્રદેશ જશે.
ભક્તો ટીવીમાં જ જગન્નાથજી રથયાત્રા જોવાની માનસિક તૈયારી રાખે
23મી જૂને નિકળનારી ભગવાન જગન્નાથની રથયાત્રા મામલે જગદીશ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ divyabhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે 17 મે એ લોકડાઉન ખુલ્યા બાદ સરકાર સાથે બેઠક કરી ચર્ચા વિચારણા કર્યા બાદ રથયાત્રા અંગે નિર્ણય લેવામાં આવશે. સરકારની ગાઈડલાઈન મુજબ રથયાત્રા અંગેનું આયોજન કરવામાં આવશે. રથયાત્રા પહેલા યોજાતી જળયાત્રા અને રથયાત્રામાં કેટલા લોકોને જોડવા અને કઈ રીતે યોજવી તેનું સરકાર સાથે બેઠક બાદ જ નિર્ણય લેવામાં આવશે.જો કે જગન્નાથજીની રથયાત્રામાં માત્ર મંદિરના મહારાજ અને પૂજારી જ હાજર રહેશે. ભક્તો ટીવીમાં જ રથયાત્રા જોવાની માનસિક તૈયારી રાખે.
વિસનગરમાં શરતોને આધીન બજારો ખુલ્યાં
મહેસાણાના વિસનગરમાં આજથી સવારના 7થી 1 વાગ્યા સુધી બજારો ખોલવાની મંજૂરી આપી દેવામાં આવી છે. હા પરંતુ કેટલીક શરતોને આધીન બજારો ખોલવાની પરમિશન પ્રાંત અધિકારીએ આપી છે. વિસનગર GIDC સવારે 9થી 5 સુધી ચાલુ રહેશે.
કુલ 8542 દર્દી, 513ના મોત અને 2780ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)
શહેર | પોઝિટિવ કેસ | મોત | ડિસ્ચાર્જ |
અમદાવાદ | 6086 | 400 | 1482 |
વડોદરા | 547 | 31 | 298 |
સુરત | 914 | 39 | 533 |
રાજકોટ | 66 | 01 | 46 |
ભાવનગર | 95 | 07 | 42 |
આણંદ | 80 | 07 | 70 |
ભરૂચ | 31 | 02 | 25 |
ગાંધીનગર | 139 | 05 | 33 |
પાટણ | 27 | 01 | 20 |
નર્મદા | 13 | 01 | 12 |
પંચમહાલ | 61 | 04 | 27 |
બનાસકાંઠા | 81 | 03 | 33 |
છોટાઉદેપુર | 14 | 00 | 13 |
કચ્છ | 08 | 01 | 06 |
મહેસાણા | 52 | 02 | 37 |
બોટાદ | 56 | 01 | 18 |
પોરબંદર | 03 | 00 | 03 |
દાહોદ | 20 | 00 | 04 |
ખેડા | 29 | 01 | 08 |
ગીર-સોમનાથ | 12 | 00 | 03 |
જામનગર | 29 | 02 | 02 |
મોરબી | 02 | 00 | 01 |
સાબરકાંઠા | 26 | 02 | 03 |
મહીસાગર | 44 | 01 | 17 |
અરવલ્લી | 74 | 02 | 22 |
તાપી | 02 | 00 | 02 |
વલસાડ | 06 | 01 | 04 |
નવસારી | 08 | 00 | 07 |
ડાંગ | 02 | 00 | 02 |
દેવભૂમિ દ્વારકા | 04 | 00 | 00 |
સુરેન્દ્રનગર | 03 | 00 | 01 |
જૂનાગઢ | 03 | 00 | 00 |
અન્ય રાજ્ય | 01 | 00 | 00 |
કુલ | 8542 | 513 | 2780 |
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.