તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ગુજરાત LIVE:સતત ત્રીજા દિવસે રાજ્યમાં કોરોનાના 300થી વધુ કેસ, એક જ દિવસમાં સૌથી વધુ 22ના મોત, મૃત્યુઆંક 236-કુલ દર્દી 4,721

ગાંધીનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદમાં 267, સુરતમાં 26, વડોદરામાં 19, મહીસાગરમાં 6, પંચમહાલમાં 3, બોટાદ, ગાંધીનગર, કચ્છ, પાટણ અને બનાસકાંઠામાં 1-1 પોઝિટિવ કેસ
  • અમદાવાદમાં 16, વડોદરામાં 5 અને સુરતમાં 1 મોત મળીને કુલ 22ના મોત
  • 22 મોતમાંથી 10ના કોરોનાને કારણે અને 12ના અન્ય બિમારી, હાઈ રિસ્ક અને કોરોનાથી મોત
  • અત્યાર સુધીમાં 68774 ટેસ્ટ થયા, 4721 પોઝિટિવ અને 64053ના રિપોર્ટ નેગેટિવ આવ્યા
  • 4721 દર્દીમાંથી 36 વેન્ટીલેટર પર, 3713ની હાલત સ્થિર, 736 સાજા થયા અને 236ના મોત
  • 123 દર્દી સાજા થતા અત્યાર સુધીમાં 736 દર્દીને રજા આપી

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 326 નવા પોઝિટિવ કેસ અને 22 દર્દીના મોત થયા છે. આ સાથે જ મૃત્યુઆંક 236 થયો છે અને અત્યાર સુધીમાં કુલ 4,721 કેસ નોંધાયા છે. તેમજ 123 દર્દી સાજા થતાં અત્યાર સુધીમાં 736 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

આમ રાજ્યમાં એક જ દિવસમાં સૌથી વધુ મોત થયા છે, જ્યારે સતત ત્રીજા દિવસે 300થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. આ પહેલા 29 એપ્રિલે 308 અને 30 એપ્રિલે 313 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે 19 એપ્રિલે પણ 367 દર્દી સામે આવ્યા હતા. આમ રાજ્યમાં કુલ 4 વાર 300થી વધુ કોરોનાાના દર્દી નોંધાયા છે. 

અમદાવાદમાં સૌથી વધુ 267 કેસ અને 16ના મોત

રાજ્યમાં કોરોના અંગે અપડેટ આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ 19ના 326 નવા કેસ નોંધાયા છે. જેનું બ્રેકઅપ જોઈએ તો અમદાવાદમાં 267, સુરતમાં 26, વડોદરામાં 19, મહીસાગરમાં 6, પંચમહાલમાં 3, બોટાદ, ગાંધીનગર, કચ્છ, પાટણ અને બનાસકાંઠામાં 1-1 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 10ના કોરોનાને કારણે અને 12ના અન્ય બિમારી, હાઈ રિસ્ક અને કોરોનાથી મૃત્યુ થયા છે. અમદાવાદમાં 16, વડોદરામાં 5 અને સુરતમાં 1 મૃત્યુ મળીને કુલ 22ના મૃત્યુ થયા છે. જ્યારે આજે 123 દર્દી સાજા થયા છે અને તેમને રજા આપવામાં આવી છે, અત્યાર સુધીમાં 736 દર્દી રજા લઈને ઘરે પરત ફર્યાં છે. કુલ 4,721 દર્દીમાંથી 36 દર્દી વેન્ટીલેટર પર, 3713ની હાલત સ્થિર છે જ્યારે 736 સાજા થયા અને 236ના મૃત્યુ થયા છે. ટેસ્ટિંગની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં 68,774 ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 4721ના રિપોર્ટ પોઝિટિવ અને 64053ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે

1 મેની સવારથી અત્યાર સુધીમાં નોંધાયેલી મહત્વપૂર્ણ ઘટનાઓ

પોલીસ પર હુમલા કરનારા સામે પાસા સહિતની કાર્યવાહીઃ  શિવાનંદ ઝા

રાજ્ય પોલીસવડા શિવાનંદ ઝાએ જણાવ્યું છેકે, પોલીસ પર થતા હુમલા ગંભીર બાબત છે. આ પ્રકારે પોલીસ પર હુમલા કરવામાં આવશે તો હુમલા કરનાર સામે પાસા સહિતની કાર્યવાહી કરવામાં આવશે. લોકડાઉનનું ચુસ્ત પાલન કરવા માટે લોકોનો સહકાર જરૂરી છે. જનતા પૂર્ણ સહકાર કરશે ત્યારે પોલીસ સંપૂર્ણ રીતે સફળ થશે. જો કોઇ લોકડાઉનનો ભંગ કરતુ હોય તો લોકો તેના વિશે માહિતી આપે. પોલીસ ડ્રોન અને સીસીટીવીના માધ્યમથી નજર રાખી રહી છે. ડ્રોનથી ગઇકાલે 293 અને સીસીટીવીથી 113 ગુના નોંધવામાં આવ્યા છે. સોશિયલ મીડિયામાં અફવા ફેલાવવા બદલ 23 એકાઉન્ટ બંધ કરવામાં આવ્યા છે.
મા વાત્સલ્ય અને મા અમૃતમ હેઠળ કોરોનાનો ટેસ્ટ કરાવી શકાશેઃ અશ્વિની કુમાર
મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું છેકે, આજે ગુજરાત સ્થાપના દિવસે મુખ્યમંત્રીએ રાજ્યના સામાન્ય અને મધ્યમવર્ગના પરિવારના હિતોને ધ્યાનમાં રાખીને બે મહત્વની જાહેરાત  કરી છે. મે મહિનામાં એપીએલ-1ના 61 લાખ જેટલા પરિવારોને મફત અનાજ વિતરણ કરવામાં આવશે. બીજી એક જાહેરાતમાં મા વાત્સલ્ય અને મા અમૃતમના લાભાર્થીઓને કોઇ ઓપરેશન કરાવવું હોય કે ડિલિવરીનો પ્રસંગ હોય ત્યારે  મા અમૃતમ અને મા વાત્સલ્યની હોસ્પિટલમાં જશે તો તેમને કોરોનાનો ટેસ્ટ કરવાનો થશે તો તેનો ખર્ચ મા અમૃતમ અને મા વાત્સલ્ય યોજના હેઠળ મળશે. રાજ્ય 77 લાખ કુંટુંબોને લાભ મળશે.
મારું ગામ કોરોનામુક્ત ગામનો સંકલ્પ સરપંચ કરેઃ મુખ્યમંત્રી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતના સ્થાપના દિવસે પંચમહાલના સરપંચો સાથે વીડિયો કોન્ફરન્સથી સંવાદ કર્યો હતો. જેમાં તેમણે કોરોનાનું સંક્રમણ ગ્રામ્ય વિસ્તારોમાં  અટકાવવા દરેક સરપંચ ‘મારું ગામ કોરોનામુક્ત ગામ’ એવો સહિયારો સંકલ્પ કરે તેવું આહ્વાન કર્યું છે. તેમણે આ સંદર્ભે અમદાવાદ ગ્રામ્ય જિલ્લાએ જે અભિગમ અપનાવ્યો છે અને ગામના પ્રવેશદ્વાર પર ચોકીઓ શરૂ કરી છે, ગામમાં આવનારા તથા બહાર જનારા સૌની મૂવમેન્ટ માટે રજીસ્ટર રાખવામાં આવ્યું છે તેને અન્ય ગામો અનુસરે તેવી અપીલ કરી છે. 
કુલ દર્દી 4721 , 236ના મોત અને 736 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરતા આંકડા મુજબ)

શહેરપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
અમદાવાદ3293165399
વડોદરા30821102
સુરત 6442666
રાજકોટ580118
ભાવનગર 470521
આણંદ740430
ભરૂચ310220
ગાંધીનગર490212
પાટણ180112
નર્મદા 12 0010
પંચમહાલ  370303
બનાસકાંઠા290104
છોટાઉદેપુર13 0006
કચ્છ 070105
મહેસાણા110005
બોટાદ21012
પોરબંદર030003
દાહોદ 0500 02
ખેડા060002
ગીર-સોમનાથ03     0002
જામનગર 010100
મોરબી 01 0001
સાબરકાંઠા030002
મહીસાગર110000
અરવલ્લી19 0100
તાપી 01 0000
વલસાડ 05 01 00
નવસારી 060001
ડાંગ 020000
સુરેન્દ્રનગર01 00 00 
કુલ 4721236736
અન્ય સમાચારો પણ છે...