તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોના ગુજરાત LIVE:સતત છઠ્ઠા દિવસે 200થી વધુ કેસ, કુલ પોઝિટિવ કેસની સંખ્યા 2,624 થઈ, 9 નવા મોત સાથે કુલ 112 લોકોના મોત

ગાંધીનગર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર
  • 217 નવા કેસ આવ્યા જ્યારે એક જ દિવસમાં 79 ડિસ્ચાર્જ
  • સરકારે દિવ્ય ભાસ્કરના રિપોર્ટ પછી કહ્યું, ટેસ્ટ નહીં ઘટાડીએ, 3000 ટેસ્ટ રોજ થશે
  • પાટણમાં સાજા થયેલા દર્દીના રિપોર્ટ ફરી પોઝિટિવ મળ્યા, આરોગ્ય તંત્ર ઊંધા માથે
  • શુક્રવારે સવારે 6 વાગ્યાથી અમદાવાદ, રાજકોટ, સુરતમાંથી કર્ફ્યૂ ઉઠાવી લેવાશે

ગુરુવારે દિવ્ય ભાસ્કરમાં ગુજરાત સરકારે કોરોના ટેસ્ટની સંખ્યા ઘટાડી કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો દબાવવાના પ્રયાસો છતાં કર્યા પછી આરોગ્ય વિભાગ શુક્રવાર સવારથી ખુલાસા કરતું થઈ ગયું છે. હજુ તો આ મુદ્દો પૂરો નથી થયો ત્યાં સરકાર સામે બીજો પડકાર પાટણે ફેંક્યો. સાજા થઈને ઘરે ગયેલા નેદરા ગામના બે દર્દીઓના રિપોર્ટ ફરી પોઝિટિવ મળ્યા છે અને આ ઘટનાથી આખું આરોગ્ય તંત્ર ઊંધા માથે પછડાયું છે. આરોગ્ય સચિવે કહ્યું કે આ અંગે વધુ માહિતી મેળવાઇ રહી છે અને આ ઘટના બાદ અમે પ્રભાવિત તમામ જિલ્લાના આરોગ્ય અધિકારીઓ સાથે ચર્ચા કરી ત્યાં પણ આવું કાંઈ બન્યું હોય તો જાણ કરવા જણાવ્યું છે. 

68થી 70% ટેસ્ટ સાચા હોય છે
આરોગ્ય વિભાગના એક તબીબ અધિકારીએ જણાવ્યું કે કોરોના માટે કરાતા પીસી પીઆરટી ટેસ્ટમાં 68થી 70 ટકા ટેસ્ટના પરિણામ સાચા હોય છે જ્યારે બાકીના ખોટા હોઇ શકે છે. તેથી આવું જો લાગે તો ફરી એકવાર ટેસ્ટ પણ કરાતો હોય છે. જોકે વિકસિત દેશોમાં તેનું પરિણામ 80 ટકા કિસ્સામાં સાચું હોય છે. ઘણીવાર સેમ્પલ લીધા બાદ તેની યોગ્ય જાળવણી કરી ન હોય તો પણ ટેસ્ટ ખોટા આવી શકે છે. 

24 કલાકમાં કરાયેલા ટેસ્ટની વિગત છુપાવી
દિવ્ય ભાસ્કરના અહેવાલ બાદ સરકારે છેલ્લા 24 કલાકમાં કરાયેલા ટેસ્ટના આંકડા આપવાનું બંધ કરી દીધું છે. જોકે તેમણે લેખિત નહીં પણ મૌખિક રીતે કહ્યું હતું કે કુલ ટેસ્ટના આંકડા મુજબ ગુજરાતમાં 24 કલાકમાં 2,963 ટેસ્ટ કરાયા જેમાં 217 પોઝિટિવ આવ્યા હતા. આ ઉપરાંત સવાર સાંજ બન્ને વખતના બદલે હવે રોજ માત્ર એક વાર સાંજે જ આ વિગત આપશે.

કુલ 2,624 દર્દીમાંથી 28 દર્દી વેન્ટીલેટર પર  

આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે, આજે 13 જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 3000 ટેસ્ટ કરવામાં આવ્યા છે અને તેમાંથી 217 કેસ પોઝિટિવ આવ્યા છે. ગુજરાત આંકડાની દ્રષ્ટીએ ક્યાં નંબર પર છે તે મહત્વપૂર્ણ નથી. રાજ્યમાં આજે 150 વેન્ટીલેટર ઉપલબ્ધ થયા. જ્યારે 80 ટકા કેસો હોટસ્પોટ વિસ્તારમાં નોંધાયા છે. કુલ 2,624 દર્દીમાંથી 28 દર્દી વેન્ટીલેટર પર છે જ્યારે 2226ની હાલત સ્થિર છે અને 258 દર્દી સાજા થઈને ઘરે પાછા ફર્યાં છે અને 112 દર્દીના મોત થયા છે.  અત્યાર સુધીમાં 42,384 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી કુલ 2,624ના રિપોર્ટ પોઝિટિવ અને 39,760ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.
 6 ગુનામાં 22 લોકો સામે પાસા હેઠળ કાર્યવાહીઃ રાજ્ય પોલીસ વડા

લોકડાઉન દરમિયાન કોરોના વોરિયર્સ અને પોલીસ પર હુમલા થયા તેમાં પાસા સહિતની કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્યમાં આ પ્રકારના 6 ગુનામાં 22 લોકો સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્યમાં કર્ફ્યૂભંગના 418 ગુના નોઁધાયા છે. જેમાં 438 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ડ્રોન સર્વેલન્સ દ્વારા લોકડાઉનનો ભંગ કરનારાઓ સામે ગુનો નોંધી અત્યારસુધી 16 હજાર લોકોની ધરપકડ કરવામાં આવી છે.  
23 એપ્રિલે સવારથી અત્યારસુધી બનેલી મહત્વપૂર્ણ ઘટનાઓ
>> કોરોનાગ્રસ્ત દર્દીઓને હોસ્પિટલ પહોંચાડતી 50 જેટલી 108 એમ્બ્યુલન્સને અમદાવાદ સિવિલ ખાતે ડિસઇન્ફેક્ટેડ-સ્ટરિલાઇઝ કરવામાં આવી
>> વડોદરાની સયાજી હોસ્પિટલમાં કોરોનાનો દર્દી આઇસોલેશન વોર્ડમાંથી નીકળીને કેન્ટીનમાં જમવા બેસી ગયો

>> રાજકોટમાં પોલીસ એક્શનમાં આંટાફેરા મારતા લોકો સામે કડક કાર્યવાહી
>> સુરતના ડીંડોલી વિસ્તારમાં કોરોનાનો પોઝિટિવ કેસ આતા તંત્રમાં દોડધામ, તમામ જગ્યાને સેનિટાઇઝ કરવામાં આવી
>> કેન્દ્રીય આરોગ્ય વિભાગની ટીમ રાજકોટમાં, કોરોનાની કામગીરીને લઈને બેઠકમાં સમીક્ષા કરી
>> ગુજરાતમાં પ્રથમ વખત એક સાથે 45 દર્દીઓ કોરોના મુક્ત થયા, વડોદરામાં હોસ્પિટલમાંથી રજા અપાઇ 

એક્સપોર્ટનો ઓર્ડર ધરાવતા શહેરી વિસ્તારના ઉદ્યોગો 25મી એપ્રિલથી શરૂ કરવામાં આવશે
એક્સપોર્ટનો ઓર્ડર ધરાવતા હોય તેવા ઉદ્યોગો કે જે શહેરમાં આવતા હોય પરંતુ કન્ટેન્મેન્ટ વિસ્તારની બહાર હોય તેવા ઉદ્યોગોને 25 એપ્રિલથી ચાલુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, આ માતે તમામ જિલ્લાના કલેક્ટરને અરજી કરવાની રહેશે, તેમ મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું છે. 

ટેસ્ટમાં કોઇપણ પ્રકારનો ઘટાડો કરવામાં આવ્યો નથીઃ જયંતિ રવિ
 ટેસ્ટમાં કોઇપણ પ્રકારનો ઘટાડો કરવામાં આવ્યો નથી. પહેલા જેટલા ટેસ્ટ કરવામાં આવતા હતા તેટલા જ ટેસ્ટ કરાશે. દરરોજના 3 હજાર ટેસ્ટમાંથી 2500 ટેસ્ટ અલગ-અલગ વિસ્તારમાં કરવામાં આવશે જ્યારે 500 ટેસ્ટ ક્વૉરન્ટીન કરવામાં આવેલા લોકોમાં કરાશે.  મૃત્યુ પામનાર 67 દર્દીમાંથી 60 દર્દી બિમારીથી પીડાતા હતા. ડાયાબિટીસ અને ટીબી જેવી ગંભીર બિમારીઓના કારણે રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય છે. ગંભીર બિમારી હોય એ લોકોએ વધારે ધ્યાન રાખવું પડશે. વૃદ્ધો અને બાળકો બહાર ન નીકળે તેમ આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છે. 

કુલ દર્દી 2624, 112ના મોત અને 258 ડિસ્ચાર્જ

શહેરપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
અમદાવાદ165269113
વડોદરા2181153
સુરત  4561313
રાજકોટ 410012
ભાવનગર330518
આણંદ330209
ભરૂચ 290203
ગાંધીનગર 180211
પાટણ150111
નર્મદા120000
પંચમહાલ 120200
બનાસકાંઠા160001
છોટાઉદેપુર110003
કચ્છ060101
મહેસાણા070002
બોટાદ110100
પોરબંદર030003
દાહોદ 040000
ખેડા 050001
ગીર-સોમનાથ030002
જામનગર010100
મોરબી 010000
સાબરકાંઠા030002
મહીસાગર90000
અરવલ્લી 180100
તાપી010000
વલસાડ040100
નવસારી010000
ડાંગ010000
કુલ2624112258

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તમારા પક્ષમાં છે. મોટાભાગના કામ મન પ્રમાણે પૂર્ણ થતાં જશે. કોઇ પ્રિય મિત્ર સાથે મુલાકાત સુખ અને તાજગી આપી શકે છે. પારિવારિક સુખ-સુવિધાને લગતી વસ્તુઓ માટે શોપિંગમાં સમય પસાર થશે. ...

વધુ વાંચો