તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:ખોરજમાં મારામારીના કેસમાં ત્રણ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

ગાંધીનગર10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સળિયા, લાકડી અને ધારિયાથી હુમલો થયો હતો

ખોરજમાં ખેડૂત પર હુમલાની ઘટનામાં સામે પક્ષે ફરિયાદ નોંધાઈ છે. આ અંગે રવિ દિનેશભાઈ પટેલએ અડાલજ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ પોતાના ડ્રાઈવર સાથે  ખોરજની સીમમાં સાઈટ પર ગયા હતા.  ડ્રાઈવર સાઈટ ચેક કરવા ગયો ત્યારે બકાભાઈ ઉર્ફે જતીનભાઈ પટેલ ગાળો બોલવા લાગ્યા હતા. જેથી ફરિયાદીએ બકાભાઈને ફોન કરતાં તેઓએ ત્યાજ રહેવા કહ્યું હતું. જેથી ગભરાઈ ગયેલા ફરિયાદીએ પોતાના મામા અને પિતરાઈ ભાઈને બોલાવી લીધા હતા.  આ સમયે બકાભાઈ, તેમનો દિકરો પ્રશિલ તથા તેમનો ડ્રાઈવર આવ્યા હતા. તેઓ ફરિયાદીના મામાની ગાડી પર સળીયો, લાકડીઓ, ધારીયુ લઈને તુટી પડ્યા હતા. ગાડીમાં તોડફોડ સાથે બકાભાઈએ ધારિયુ મારતા ફરિયાદીને માથાના ભાગે વાગતા ફરિયાદીના મામા અને ભાઈ વચ્ચે પડતાં  પ્રશિલ પટેલ તથા બકાભાઈના ડ્રાઈવરે તેમને માર માર્યો હતો. જેથી  ફરિયાદી રવિ પટેલ ત્રણેય વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો