તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વાઇરસ:કલોલના વોટર પ્લાન્ટના 6 કર્મચારી, ધોળકાની કેડિલાના કર્મીનો ચેપ 5 મહિનાની દીકરીને લાગ્યો

ગાંધીનગર10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લામાં કલોલ તાલુકાની સ્થિતિ વધુ ચિંતાજનક
 • ટ્રીટમેન્ટ પ્લાન્ટના કર્મચારીઓ સહિત 9 કેસ
 • સ્થિતિ ગંભીર - જિલ્લામાં નવા 17, કુલ 129 કેસ, વધુ 8ને રજા અપાઇ

જાસપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના છ કર્મચારીઓ સહિત કુલ 9 કેસ નોંધાતા કલોલમાં અત્યાર સુધી સૌથી વધુ કેસ નોંધાયા છે. ભાટમાં નર્સના પરિવારના પિતા સહિત ત્રણ સભ્યો કોરોનામાં સપડાયા છે. પાટનગરમાં સેક્ટર વિસ્તારમાં 2 સહિત જિલ્લાના શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી નવા વધુ 17 કેસ નોંધાતા સરકારી ચોપડે કુલ આંકડો 129 જ્યારે આમ કુલ આંકડો 133 થાય છે. જિલ્લાના કોરોનાગ્રસ્ત વધુ 8 વ્યક્તિઓનો કોરોનાનો રિપોર્ટ નેગેટીવ આવતા હોસ્પિટલમાંથી રજા આપી છે. ધોળકાની કેડિલા કંપનીમાં નોકરી કરતો વાવોલનો યુવાન કોરોનામાં સપડાયા બાદ તેની પાંચ માસની દિકરીનો કોરોના રિપોર્ટ કરાવતા પોઝીટીવ આવતા ગાંધીનગર સિવીલ હોસ્પિટલમાં દાખલ કરી છે. ગાંધીનગર તાલુકા બાદ હવે કલોલ તાલુકામાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. કલોલમાંથી માત્ર 24 કલાકમાં જ નવા 9 કેસ આવતા તાલુકામાં અત્યાર સુધીમાં કુલ કેસનો આંકડો 27એ પહોંચ્યો છે. જ્યારે ગાંધીનગર તાલુકામાંથી આજે નવા ચાર કેસ આવતા કુલ આંકડો 42એ પહોંચ્યો છે.
બાવળામાં ગાંધીનગરથી આવતાં આયુર્વેદિક ડોક્ટરનો કોરોના પોઝિટિવ 
બાવળા અર્બન હેલ્થ ઓફીસ ખાતે જીલ્લા પંચાયતમાંથી ડેપ્યુંટેશન માટે ગાંધીનગરમાં રહેતાં આયુર્વેદિક ડોક્ટરને ત્રણ દિવસથી ફરજ ઉપર મુકવામાં આવ્યા હતાં.અને તેમને થોડી તકલીફ થતાં કોરોનાનો ટેસ્ટ કરાવવામાં આવતાં તેમનો રીપોર્ટ પોઝીટીવ આવતાં આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે. તે ગાંધીનગરમાં રહેતાં હોવાથી આ કેશ ગાંધીનગરમાં ગણવામાં આવશે.
સે-3 અને સે- 5નો યુવન પોઝિટિવ
મહાપાલિકાના ચોપડે નવા બે કેસ આવ્યાં છે. તેમાં સે-5 સીમાં રહેતા અને જાસપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પર નોકરી કરતા 29 વર્ષિય યુવાન અને સે-3 બીમાં રહેતા અને ભાટગામે એપોલો હોસ્પિટલમાં ક્લાર્કની નોકરી કરતા 41 વર્ષિય યુવાનનો સમાવેશ થાય છે.

કલોલ તાલુકામાંથી 1 દિવસમાં નવા 9 કેસ આવ્યા
કલોલ તાલુકાના જાસપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના છ કર્મચારીઓ અને હિમ્મતલાલ પાર્કના સંપર્કવાળા વધુ ત્રણ વ્યક્તિઓમાં 24 વર્ષીય યુવક, સારથી બંગ્લોઝમાં રહેતો 34 વર્ષીય યુવક અને ઇન્દ્રપ્રસ્થ ફ્લેટનો 65 વર્ષીય વૃદ્ધનો કોરાનનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે.
ભાટની નર્સના પિતા, બહેન, ભાભીને કોરોના થયો 
ભાટ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતી 24 વર્ષીય નર્સ ગત શનિવારે કોરોનામાં સપડાતા તેના ક્લોઝ સંપર્કવાળામાંથી 53 વર્ષીય પિતા, 23 વર્ષીય બહેન અને 25 વર્ષીય ભાભીનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા ગાંધીનગર સિવીલ હોસ્પિટલમાં દાખલ કર્યા છે.
શેરથા, ખોરજની મહિલાઓનો રિપોર્ટ પોઝિટિવ
શેરથાની 32 વર્ષીય મહિલાને ગળામાં દુખાવાની ફરીયાદ કરતા કોરોનાનો રિપોર્ટ  પોઝીટીવ આવતા ગાંધીનગર સિવીલ હોસ્પિટલમાં દાખલ કર્યા છે. તેના સંપર્કવાળા 8 લોકોને હોમ ક્વોરન્ટાઇન કર્યા છે. જ્યારે ખોરજની 28 વર્ષીય મહિલાને તાવ આવતો હોવાથી અડાલજ સામુહિક આરોગ્ય કેન્દ્રમાંથી કોરોનાનો ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો