તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાવાઈરસ:શહેરના 17 કન્ટેઇનમેન્ટ ઝોનમાં 44,308 રહીશો નિયંત્રણ હેઠળ

ગાંધીનગર10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સૌથી વધુ સે-29માં 2204 ઘર, સૌથી ઓછા 13 ઘર સે-17માં
 • દરેક ઝોનમાં એકથી વધુ પોઝિટિવ કેસ નોંધાઇ ચૂક્યા છે

કોરોના વાઈરસના પગ પેસારાને રોકવા માટે આમ તો ગાંધીનગર જિલ્લાને રેડ ઝોનમાં મૂકી દેવામાં આવ્યો છે. તેમાં પણ ઘાતક જંતુના સંક્રમણને રોકવા માટે નાના નાના કન્ટેઇનમેન્ટ ઝોન નિયત કરીને જે તે વિસ્તારમાં લોકોની અવર જવરને નિયંત્રિત કરવામાં આવી રહી છે.  પાટનગરમાં સેક્ટર વિસ્તારમાં જ 17 કન્ટેઇનમેન્ટ ઝોન નિયત કરી દેવાયા છે, તેમાં 44,308 લોકો રહે છે. કન્ટેઇનમેન્ટ ઝોન અંતર્ગત સૌથી વધુ સેક્ટર 29માં 2204 ઘર અને સૌથી ઓછા 13 ઘર સેક્ટર 17ના ઝોનમાં સમાવાયા છે. મહાપાલિકાના સત્તાવાર સૂત્રોના જણાવવા પ્રમાણે પાટનગરમાં 55 હજાર ઉપરાંત ઘર પૈકીના 10,669 ઘર હાલમાં કન્ટેઇનમેન્ટ ઝોનમાં સમાવવામાં આવેલા છે. જે દરેક ઝોનમાં એકથી વધુ કેસ કોરોના પોઝિટિવ નોંધાઇ ચૂકેલા છે. જ્યાં તબક્કાવાર કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવેલા છે. તેમાં સેક્ટર 23માં 1001 ઘર અને 3700ની વસ્તી, સેક્ટર 29માં 2204 ઘરમાં 5250ની વસ્તી, સેક્ટર 3 સીમાં 684 ઘરમાં 3420ની વસ્તી, સેક્ટર 7 ડીમાં 282 ઘરમાં 1310ની વસ્તી, સેક્ટર 8 સીમાં 271 ઘરમાં 1806ની વસ્તી, સેક્ટર 28માં 730 ઘરમાં 2870ની વસ્તી, સેક્ટર 3 ન્યુમાં 630 ઘરમાં 3782નીવસ્તી , સેક્ટર 24માં શ્રીનગરમાં 534 ઘરમાં 2756ની વસ્તી , સેક્ટર 13 બીમાં 298 ઘરમાં 1456ની વસ્તી , સેક્ટર 22માં 350 ઘરમાં 1614ની વસ્તી , સેક્ટર 30માં 236 ઘરમાં 836ની વસ્તી , સેક્ટર 2 સીમાં 898 ઘરમાં 3598ની વસ્તી , સેક્ટર 17માં 13 ઘરમાં 33ની વસ્તી, સેક્ટર 5 સીમાં 500 ઘરમાં 2230ની વસ્તી, સેક્ટર 3 બીમાં 688 ઘરમાં 3446ની વસ્તી, સેક્ટર 24માં ઇન્દિરાનગરમાં 950 ઘરમાં 3613ની વસ્તી અને સેક્ટર 7 સીમાં 400 ઘરમાં 2588ની વસ્તીનો સમાવેશ થાય છે. જંતુના સંક્રમણને રોકવા નાના કન્ટેઇનમેન્ટ ઝોન નિયત કરીને લોકોની અવર જવરને નિયંત્રિત કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો