તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ખાદ્યપદાર્થની આડમાં કન્ટેનરમાં 61 ગૌવંશની હેરાફેરી કરતા 2 ઝડપાયા

ગાંધીનગર10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કન્ટેનર મુકીને ભાગી રહેલા ત્રણમાંથી બે શખસોને પોલીસે દબોચ્યાં
 • ચંદ્રાલા કન્ટેનરને ઉભી નહીં રાખતા પીછો કરતા હાલીસા મુકીને ભાગ્યા

ચિલોડા પોલીસ ચંદ્રાલા નાકા પોઇન્ટ ઉપર ડ્યુટી બજાવતી હતી. ત્યારે આજે સવારે યુપી-21-એએન-3388 નંબરનું કન્ટેનર આવતા તેને ઉભું નહી રાખતા ચિલોડા પોલીસે પીછો કર્યો હતો. આથી કન્ટેનરને હાલીસા ગામ નજીક આંબા બસ સ્ટેશન પાસે મુકીને ભાગી રહેલા ત્રણમાંથી 2 શખસોને પોલીસે ઝડપ્યા હતા. પોલીસે કન્ટેનટરમાં તપાસતા તેમાં બે માળ બનાવીને દોરડાથી મોઢું, પગ બાંધીને કુલ 61 ગૌવંશમાંથી 19 નંગ ગાય, 41 નંગ વાછરડા અને 1 બળદનો સમાવેશ થાય છે. પોલીસે તમામ ગાય, વાછરડા અને બળદને પાંજરાપોળ મોકલ્યા હતા. કન્ટેનર સાથે પકડાયેલા 2 શખસોમાંથી મધ્યપ્રદેશના આશીક મુસ્તાક ચીલ્લું અને અકબર ગફારભાઇ નેહારગર જ્યારે ભાગી ગયેલો મધ્યપ્રદેશનો ચાંન્દુ નહેરાગર હોવાનું બહાર આવ્યું હતું. ઝડપાયેલા બે અને ભાગેલા એક સહિત ત્રણ શખસો વિરૂદ્ધ ગુનો નોંધી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
8 ગૌવંશ મૃત હાલતમાં મળ્યા
કન્ટેનરમાં ઠાંસી ઠાંસીને ભરેલા 61 ગૌવંશમાંથી ત્રણ ગાય અને પાંચ વાછરડા મૃત હાલતમાં મળી આવ્યા હતા. મૃતક ગાૌવંશના પોસ્ટમોર્ટમની ચિલોડા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

બીલ્ટીના કાગળો મળ્યા
કન્ટેનરની ગાડીમાંથી બીલ્ટીના કાગળો મળી આવ્યા હતા. જેમાં તમીલનાડુ, આંધરોડ લાઇન અમદાવાદ તથા ફોર્ચુન પ્રાઇવેટ લીમિટેડ ઝવેરી બજાર, અમદાવાદનું તારીખ વિનાનું રાઇસના બીલ અને ખાદ્યપદાર્થના લેટરપેડ મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો