તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:લોકડાઉનમાં ફરસાણની દુકાનોમાંથી 1500 કિલો જૂના માલનો નિકાલ કરાયો

ગાંધીનગર10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • તંત્ર અને 35 વેપારીઓએ સાથે મળીને વાસી ખાદ્ય ચીજોનો નાશ કર્યો

ગાંધીનગર શહેરના 17 સહિત તાલુકા વિસ્તારના 35 ફરસાણના વેપારીઓ દ્વારા મહાપાલિકા અને નગરપાલિકાના ખાદ્ય સુરક્ષા અધિકારીઓની ઉપસ્થિતિમાં લોકડાઉનના સમયગાળામાં બંધ રહેલી તેની દુકાનોમાં રહેલો અને વાસી થઇ ચૂકેલો વિવિધ ફરસાણનો 1500 કિલો ઉપરાંત જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. ફરસાણના વેપારી આગેવાન કૌષિકભાઇ સુખડીયાએ કહ્યું કે અમારો વંશ પરંપરાગત વેપાર ગુણવત્તા અને ગ્રાહકોના વિશ્વાસ પર આધારિત છે. ત્યારે વાસી થઇ ચૂકેલી ખાદ્ય સામગ્રીનો અધિકારીઓની ઉપસ્થિતિમાં જ નિકાલ કરવામાં આવ્યો હતો. લોકડાઉનના કારણે ફરસાણની તમામ દુકાનો બંધ છે. લાંબા સમયથી દુકાનમાં રહેલી ફરસાણની વિવિધ વેરાયટીઓ સ્વાભાવિક જ હવે ઉપયોગ યોગ્ય રહી નહીં હોવાથી સરકારી તંત્રે તેનો નિકાલ કરવા નિર્ણય લેતા ગાંધીનગર, પેથાપુર, રાંધેજા, કુડાસણ, સરગાસણ, રાયસણ અને ચિલોડા સહિતના વિસ્તારમાં વેપારીઓ દ્વારા ફૂડ સેફ્ટી ઇન્સપેક્ટર અને ટીમની ઉપસ્થિતિમાં જ દુકાનો ખોલવામાં આવી હતી અને અખાદ્ય ફરસાણનો નાશ કરાયો હતો. મહાપાલિકાના અધિકારીઓ દ્વારા શહેર વિસ્તારમાં મહાપાલિકાની કચરા ગાડી સાથે જ રાખવામાં આવી હોવાથી તેમાં જ નિકાલ કરી દેવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો