તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકારી:ધ્રાંગધ્રા સબ જેલમાંથી હત્યાના ગુનામાં ચાર સગાભાઈ અને ચોરીનો આરોપી ફરાર, કેદીઓએ જેલ સ્ટાફને જાણ કરી

સુરેન્દ્રનગર9 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બેરેક નંબર 3માં રહેલા કેદીઓ પ્લાસ્ટિકની છત તોડી ફરાર થઈ ગયા

ધ્રાંગધ્રાની સબ જેલમાંથી મોડી રાતે 5 જેટલા કેદીઓ ફરાર થઈ ગયા હોવાની ઘટના બની છે. કાચાકામના કેદીઓ મોડી રાતે જેલ તોડી ફરાર થઈ જતા સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરી દેવામાં આવી છે. જિલ્લા SOG, LCB, ધ્રાંગધ્રા જિલ્લા પોલીસ સહિતના સ્ટાફે તમામ આરોપીઓને પકડવા તજવીજ શરૂ કરી છે.
અન્ય કેદીઓએ થાળી વગાડી જેલ સ્ટાફને જાણ કરી
આજે વહેલી સવારે ધ્રાંગધા સબ જેલમાં જૂની જેલના કેદીઓએ થાળી ખખડાવી હોબાળો કર્યો હતો જેથી જેલ સ્ટાફ તાત્કાલિક દોડી આવ્યો હતો. બેરેક નંબર 6ના કેદીઓએ જણાવ્યું હતું કે બેરેક નંબર 3માં રહેલા કેદીઓ પ્લાસ્ટિકની છત તોડી ફરાર થઈ ગયા છે. જેથી તાત્કાલિક બેરેકમાં જઈ તપાસ કરતા દસાડા પોલીસ સ્ટેશનના હત્યાના ગુનાના ચાર સગાભાઈ આરોપીઓ અને સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો ચોરીનો એક આરોપી પ્લાસ્ટિકની છત તોડી અને દીવાલ પર ચાદર બાંધી ધાબા પરથી નીચે ઉતરી ગયા હતાં. દીવાલ પર ફરાર થઈ ગયા હોવાના નિશાન પણ મળી આવ્યા હતા. એક આરોપી છત પરથી ભાગવા જતા નીચે પડી ગયો હતો. જેથી કેદીઓ જાગી ગયા હતા અને થાળી ખખડાવી જેલ સ્ટાફને જાણ કરી હતી. ઘટનાની જાણ થયા ધ્રાંગધ્રા dysp, સીટી પોલીસ સ્ટેશન પીઆઇ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. તમામ કેદીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
ફરાર થયેલા આરોપીઓ
> નાનાજી દેવીપૂજક
> સંતુ દેવીપૂજક
> સવજી દેવીપૂજક
> ધરમ દેવીપૂજક
> પ્રકાશ ઉર્ફે કલ્લુ દેવીપ્રસાદ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો