તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:ધ્રાંગધ્રા જેલનું તાળુ તોડી ભાગેલા 5 આરોપી 12 કલાકમાં જ વાવડીની સીમમાંથી પકડાયા

ધ્રાંગધ્રા9 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મોબાઇલ લોકેશનના આધારે પાટડી, સાયલાના આરોપી ઝબ્બે

ધ્રાંગધ્રાની સબ જેલમાં વહેલી સવારે ૩.૩૦ વાગ્યે ૩ બેરકના તાળા તોડી જેલની દીવાલ કુદી 5 આરોપી ફરાર થઈ જતા ડીએસપી સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવી ડોગસ્કોર્ડ અને નાકાબંધી કરી મોબાઇલ લોકેશનને આધારે તપાસ હાથ ધરતા બપોરે 3:10 વાગ્યે એટલે 12 કલાકમાં જ વાવડીની સીમમાં વાડીના ચાહટીયામાં છૂપાઇ ગયેલા પાંચેય આરોપી ધરપકડ કરી હતી. ધ્રાંગધ્રા સબજેલમાંથી 4 દિવસ પહેલા જ 2 કેદીઓ પાસેથી મોબાઇલ મળી આવ્યા હતા. ત્યારે બુધવારે વહેલી સવારે 3:30 વાગ્યે બેરક નં. ૩માં રહેતા 6 કેદી પૈકી અજીત કાન્તીભાઈ દેવીપુજક. ધમો કાન્તીભાઈ દેવીપુજક, સાન્તુ કાન્તીભાઈ દેવીપુજક, નાનુ કાન્તીભાઈ દેવીપુજક, (રહે બજાણા) આ ચારેય ભાઇઅો હત્યાના ગુનામાં ઝડપાયેલા હતા અને પ્રકાશ ઉર્ફે કલુ દેવીપ્રસાદ (રહે. સાયલા) ચોરીના ગુનામાં જેલમાં હતો. જેમણે પ્રિ-પ્લાન બનાવી બેરક નં.3નું તાળુ તોડી તાળા સાથે ઓઢવાની ચાદરનું રાઢવુ બનાવી જેલની ઉચી દીવાલ પરના તારના પાઈપ સાથે તાળાં ને ભરાવી ચાદરના રાઢવા પર ચડી દીવાલ કુદી ભાગી ગયા હતાં. જેથી પોલીસ વડા મહેન્દ્ર બગડીયા, એએસપી શૈફાલીબેન બારવાલ, ડીવાયએસપી આર.બી દેવધા, ઈન્ચાર્જ જેલર યુવરાજ સિંહે નાકાબંધી કરી વાવડીની સીમમાં વાડીના ચાહટીયામાં છૂપાઇ ગયેલા પાંચેય આરોપી ધરપકડ કરી હતી. જ્યારે બેરકમાં રહેલો એક કેદી માનસીક રીતે અક્ષમ હોવાથી તે ભાગ્યો ન હોવાનું જાણવા મળ્યું છે. જેલની બેરકનુ તાડુ તોડી એક બીજાના ખંભા પર બેસી વડી પરના પાઈ પર તાળા અને ચાદરનો ફાસલો બાધી વારાફરથી ચડી ને પાછળ રેતીના ઢગલા પર કુદી ભાગી ગયા હતા. 
કેદીઓએ થાળીઓ વગાડતા પોલીસ જાગી
પરોઢિયે 3 વાગ્યે દીવાલ કૂદતી વખતે એક કેદી નીચે પડતાં જેલમાં રહેલા અન્ય કેદી જાગી ગયા હતાં. જો કે, તેમની બૂમોને પોલીસે ન સાંભળતા અંતે થાળી વગાડતા પોલીસ આરોપીને પકડવા માટે દોડી પરંતુ આરોપીઓ ભાગવામાં સફળ રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો