ક્રાઈમ:ધોળકાની વૃદાંવન સોસાયટીમાં મહિલાનું ગળું દબાવી હત્યા

ધોળકા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 15 દિવસ પહેલા આવેલા શખ્સ હત્યા કરી ફરાર થયો

ધોળકામાં આવેલા કલિકુંડ વિસ્તારમાં આવેલી વૃદાંવન સોસાયટીમાં રવિવારે લોહિયાળ બનાવ બન્યો હતો. જામનગથી 15થી 20 દિવસ પહેલા આવેલા શખ્સે નાણાં બાબતે તકરાર કરી ગળું દબાવી હત્યા કરી ફરાર થઇ ગયાના બનાવે ચકચાર મચાવી છે. પોલીસે મહિલાના પુત્રની ફરિયાદના આધારે આરોપીને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે. ધોળકામાં આવેલી વૃંદાવન સોસાયટીમાં આરોપી રમેશનગર વિનુભાઈ જીવનગર ગોસાઈ વૃંદાવન સોસાયટીમાં રહલા માટે જામનગરથી 15થી 20 દિવસ પહેલા રહેવા આવ્યો હતો. આરોપીએ મહિલા રવિનાબેન સાથે પૈસા બાબતે અવાર નવાર ઝઘડો થતો હત.

શનિવારના રોજ પણ મહિલા સાથે ઝઘડો તકરાર કરી તે વાતને લઈને રવિવારે સવારે પાંચથી સાત વાગ્યા દરમિયાન મહિલાને ગળે ટૂંપો આપી સ્થળ પર મોત નીપજાવ્યું હતું. આ બનાવ અંગે મહિલાના પુત્ર સહિલભાઈ કિશનભાઇ ભારથી (ઉં.વ 17)ને પણ ઊંઘમાંથી જગાડી તારી મમ્મી બોલાવે છે. તેમ કહી રૂમમાં લઈ જાઇ મારી નાખવાના ઇરાદે તેને પણ દુપટ્ટાથી ગળે ફાંસો આપતી વખતે તેઓ એ છોડી દો છોડી દો તેવી મારી નાખવાના ઇરાદે ચીસો પાડી હતી આમ સાંભળતા તે ભાગી જઇ ગુનો કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...