ધોળકા પ્રાંત અધિકારીની હાજરીમાં શનિવારે તેઓની કચેરીમાં ધોળકાના પદાધિકારીઓ વેપારીઓ અને અગ્રણી આગેવાનો સાથેની મીટિંગમાં નક્કી કરવામાં આવ્યું કે ધોળકા શહેર અને તાલુકા વિસ્તારમાં હાલમાં કોરોનાની પરિસ્થિતિ બહુ વિકટ થયેલી હોવાને કારણે રવિવારે બપોરે 12 વાગ્યાથી બીજા દિવસના સવોરે 7 વાગ્યા સુધી એક અઠવાડિયા માટે લોકડાઉન કરવા માટે દરેક વેપારીઓ તેમજ પદાધિકારીઓના સૂચન મુજબ નક્કી કરવામાં આવ્યું છે. હાલ ચૈત્રી નવરાત્રી અને રમઝાન માસના પવિત્ર દિવસોમાં ફ્રુટની લારી તેમજ શાકભાજી માટે ફેરિયાઓ ફરી શકશે પરંતુ દુકાનો ફરજિયાત વેપારીઓ બંધ રાખવી પડશે જો આનો અમલ નહીં થાય તો નગરપાલિકા દ્વારા દુકાનદારો અને દંડ ફટકારવામાં આવશે. તો ગામના સૌ પ્રજાજનોએ આમાં સાથ સહકાર આપવા વિનંતી છે. ચૈત્રી નવરાત્રી તથા રમઝાન માસને લઇ થોડીગણી છુટછાટ અપાઇ છે.
આ મિટિંગમાં પ્રાંત અધિકારી જાલાંધરા, પી. આઇ. તડવી, ચીફ ઓફિસર કટારા, નગરપાલિકા પ્રમુખ રીનાબેન, ઉપપ્રમુખ સંજયભાઈ પટેલ, જેડી પટેલ, ભરતભાઈ પટેલ, રાજુભાઈ દેસાઈ, યશવંતભાઈ મિસ્ત્રી, કિરણભાઈ પટેલ તેમજ પીપલ્સ બેંકના ચેરમેન ચીમનભાઈ પટેલ, વિશાલભાઈ ગોળવાળા, વિનુભાઈ ઠક્કર, હરિભાઈ ઠક્કર, રાજુભાઈ રાણા, અલ્તાફભાઈ પટવા, બીપીનભાઈ સોની, એસ કે પટેલ તેમજ રફિકભાઈ ભાયાણી, અજીતભાઈ અત્તરવાળા તેમજ કોંગ્રેસ પ્રમુખ ફિરોજભાઈ પઠાણ અને મુનાફભાઈ રાધનપુરી, મનસુરભાઈ તાલુકદાર હાજર રહ્યા હતા. તેમજ ધોળકાના ઘણા બધા વેપારીઓ પણ હાજર હતા. આ સ્વૈચ્છિક લોકડાઉનમાં દૂધની દુકાન તેમજ મેડિકલ સ્ટોર ને છૂટછાટ આપવામાં આવી છે. ઉપરાંત દૂધ અને દવા સહિતની જીવન જરૂરિયાતની ચીજવસ્તુની દુકાનો ચાલુ રાખી શકાશે. બાકીની તમામ દુકાનો બંધ રહેશે.
ધંધુકામાં તા.30 સુધી બપોરે 2 બાદ દુકાનો બંધ રાખવાનો નિર્ણય
ધંધુકા શહેર તથા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં દિન-પ્રતિદિન કોરોના કિસ્સાઓમાં વધારો જોવા મળે છે જેને લક્ષમાં રાખી ને ધંધુકા વેપારી મંડળે ધંધુકાના વેપારીઓને અપીલ કરી છે કે તારીખ 17 થી ૩૦મી સુધી બપોરના 2 વાગ્યા પછી વેપારીઓ તેમણે ધંધા-રોજગાર સ્વૈચ્છિક રીતે બંધ રાખી સહકાર આપે. જેથી કોરોના મહામારી સામે લડત આપી શકાય ધંધુકા વેપારી મંડળે એવી પણ અપીલ કરી છે કે લોકો ફરજિયાત મોઢા ઉપર માસ્ક બાંધી સોશિયલ અંતર જાળવે અને સેનિટાઇઝરનો ઉપયોગ કરે. ધંધુકા તાલુકામાં વધી રહેલા કોરોનાના કેસને પગલે દુકાનો બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.