લોકાર્પણ:ધોળકા શહેરમાં નગરપાલિકા દ્વારા વિવિધ લોકાર્પણ કાર્યક્રમ યોજાયા

ધોળકાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નાના બાળકો માટેના બાળક્રિડાગણનું લોકાર્પણ કરાયું

ધોળકા પાલિકા દ્વારા વિકાસના વિવિધ કામોના ભાગરૂપે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે 14માં નાણાપંચની ગ્રાન્ટ અંતર્ગત અપ ગ્રેડેશન પામેલા જીવણલાલ ગીરધરલાલ બાલો ઉદ્યાન, જયદેવ ભાઈ ઠાકર વકીલ બાલક્રિડાગણ બગીચો જે નાના બાળકો તેમજ તમામ માટે ઉપયોગી એવા કસરતના સાધનોથી સજ્જ ધોળકાની પ્રજાને અર્પણ કરવામાં આવ્યો.

સાંસદ દેવુસિંહ ચૌહાણની ગ્રાન્ટ તેમજ ધોળકા નગરપાલિકાના સહયોગથી નવી વસાવેલ સબ વાહિની કમ એમ્બ્યુલન્સનુ પુજન કરવામાં આવ્યું તેમજ ગુજરાત સરકાર દ્વારા શ્રમયોગીઓને વીમા કવચનો લાભ મળે તે હેતુથી અસંગઠિત શ્રમયોગીઓ, કામદારો, મજૂરોને ઇ શ્રમકાર્ડની નોંધણી તેમજ સ્થળ પરજ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું ધોળકા શહેરમાં થયેલા વિકાસના કામોની માહિતી આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ રીનાબેન ત્રિવેદી. ઉપ પ્રમુખ સંજયભાઈ પટેલ. કા.ચે. જે ડી પટેલ, સંગઠન પ્રમુખ રાજુભાઈ દેસાઈ, પ્રાંત અધિકારી, ચીફ ઓફિસર, કાંતિભાઈ લકુમ, જિલ્લા તેમજ પ્રદેશના હોદ્દેદારો, કાઉન્સિલર, સંગઠનના હોદ્દેદારો, આગેવાનો તેમજ કાર્યકર્તાઓ લાભાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...