તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રહીશો ત્રાહીમામ:ધોળકામાં ઉભરાતી ગટરોથી રહીશો પરેશાન, ઝડપથી બધુ કામ થશે : CO

ધોળકા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોપટપરાથી જીયા કૂવા, શિવદર્શન સોસાયટી સુધીમાં છેલ્લા કેટલાય સમયથી ગટર ઉભરાય છે : ગંદાં પાણીમાંથી પસાર થવા લોકો મજબૂર

ધોળકામાં પોપટપરાથી જીયા કુવા, શિવ દર્શન સોસાયટી સુધી છેલ્લા કેટલાય સમય થી ગટર નુ રીપેરીંગ કામ ચાલે છે ગટર માથી ગંદુ પાણી ઉભરાય છે રસ્તો ચાલવા લાયક પણ રહ્યા નથી . ઉભરાતી ગટરોથી આ વિસ્તારના રહીશો ત્રાહીમામ પોકારી ગયા છે. ગલીમાં ખુલ્લી ગટરના ઉભરાતા પાણીની ગંદકીથી સ્થાનીક રહીશો પરેશાન બની ગયા છે.

આ વિસ્તારમાં ઉભરાતી ગટરની ગંદકીથી સમસ્યા બળવતર બની રહેવા પામી છે. આ મામલે આ વિસ્તારના સ્થાનિક રહીશે જણાવ્યું હતું કે આ વિસ્તારમાં અનેક પરિવારો વસવાટ કરે છે.ત્યારે આ ગંદકીની સમસ્યાથી સ્થાનિક રહીશોના જન આરોગ્ય ઉપર ખતરો તોળાઇ રહયો છે. આ વિસ્તારમાં પુરતુ પીવાનું પાણી તેમજ રોડ જેવી પાયાગત સુવીધાઓથી આ વિસ્તારશના રહીશો વંચીત રહેતા રોષ વ્યાપી જવા પામ્યો છે.

આમ,ગટર ઉભરાવવની સમસ્યા અંગે નગર પાલિકા ચીફ ઓફિસર એસ.કે કટારા નાં જણાવ્યાં મુજબ પોપટપરાનું પાઇપલાઇનનું કામ ખૂબ જ અઘરું હતું.જેમાં આ કામ અમે ઘણા સમયથી કરી રહ્યા છીએ. પરંતુ તે જમીનમાં રેતીનો દળ હોવાથી કોઈ સચોટ કામ થતું ન હતું એક કોન્ટ્રાક્ટર તો ભાગી ગયો હતો અને હાલ બીજા કોન્ટ્રાક્ટર પાસે પરાણે પરાણે અમે કામ કરાવી રહ્યા છીએ. અને પાઈપલાઈનનું મેક્સિમમ ચોમાસા પહેલા એટલે કે એક અઠવાડિયાની અંદર આ કામ જલદી થી પૂર્ણ થઈ જશે.

ઘણા મોટા ભાગના કામ થઈ ગયાં છે હવે સ્થાનિક રહીશોની તકલીફોનો અંત આવશે. કારણ કે અમે આ સમસ્યાનો કાયમી ઉપાય લાવ્યા છીએ. આ પાઇપલાઇનનો જૂની હતી તે બદલીને નવી પાઈપ લાઈનો નાખી રહ્યા છીએ. આ સમસ્યાનો ઉપાય માટે થોડો સમય લાગ્યો છે પરંતુ હવે કાયમી સમસ્યાનો અંત આવશે.

અન્ય સમાચારો પણ છે...