તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જોખમ:ધોળકાના ઇંગોલીમાં ટાંકીનુું સમારકામ ન થતાં પરેશાની

ધોળકા20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • લાઇન લીકેજ હોવાથી લોકોના આરોગ્યને જોખમ

ધોળકા તાલુકાનાં ઇંગોલી હેડ વર્કસ ખાતે છેલ્લા એક વર્ષથી મેઇંટેનન્સ પાણીની સમસ્યા થઈ રહી છે. ઇંગોલી ગામનાં પરા વિસ્તારમાં પાણી પુરુ પાડતી પાઇપલાઇનમાં છેલ્લા ઘણા સમયથી લીકેજ થવાથી આ લીકેજમાંથી ગંદુ ગટરનું પાણી પીવાની પાઇપલાઇનમાં જાય છે. તેથી લોકોને દૂષિત ગંદુ પાણી મળી રહ્યુ છે. જેથી લોકોના જાહેર આરોગ્ય સામે મોટો ખતરો ઉભો થયો છે. સાથે સાથે લીકેજના કારણે અમુલ્ય પાણીનો પણ વેડફાટ થઈ રહ્યો છે.

ઇંગોલી ગામને પીવાનું પાણી પુરુ પાડવા ઊંચી ટાંકી લાખોનાં ખર્ચે બનાવવામાં આવી છે. ટાંકી પર પાણી ચડાવવા માટેની મશીનરી છેલ્લા બે વર્ષથી બંધ હાલતમાં છે. તેથી હાલમાં નિયમ વિરુદ્ધ 30 એચ.પી.ની મોટર પાણીનાં સંપમાં ઉતારીને સીધુ ગામની લાઇનમાં જ પાણી આપતા પાણીની પાઇપલાઇન ઠેર ઠેર જગ્યાએ તુટી જાય છે. આ તમામ કામનાં સમારકામનો કોંટ્રાક્ટ ધરાવતી ધરતી એજન્સી દ્વારા યોગ્ય સમારકામ ન થવાથી લખોનાં ખર્ચે બનાવેલી પાણીની ટાંકી અને મશીનરી ધૂળ ખાય છે. હાલનો પંપરૂમ બન્યાને બહુ વર્ષ ન થયા હોવા છંતા સ્લેબના પોપડા પડીને જર્જરિત થઈ ગયા છે. આમ, ગ્રામજનો ઈચ્છી રહ્યા છે કે ઇંગોલી હેડ વર્કસ ખાતે રૂબરૂ જઈ બેજવાબદાર અધિકારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો