તિરંગા યાત્રા:ધોળકામાં ભાજપ દ્વારા તિરંગા યાત્રા નીકળી: દેશભક્તિનો જુવાળ ઉમટ્યો

ધોળકા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધોળકાના 40 ગામના કાર્યકરો બાઈક રેલીમાં જોડાયા

ધોળકા ભાજપ પરિવાર દ્વારા આજે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. બપોરે 2 વાગે કલિકુંડ નવા રેસ્ટ હાઉસથી આ તિરંગા યાત્રા કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ અને ધોળકાના ધારાસભ્ય ભુપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં નીકળી હતી. આ તિરંગા યાત્રામાં ધોળકા તાલુકાના 40થી વધુ ગામડાના કાર્યકર્તા જોડાયાં હતા. જેમાં અંદાજીત 1200થી 1500 બાઈક રેલી કાઢવામાં આવી હતી. મુસ્લિમ વિસ્તારોમાં અગ્રણી દ્વારા તિરંગા યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

ધોળકાના કલિકુંડ સર્કલ, સંતોકબા હોસ્પિટલ, ગુંદરા, પ્રહલાદ ગેટ, નવી નગરપાલિકા, ટાવર બજાર, બુરૂજ રોડ, મીઠીકુઈ , ખારાકુવા, કુબેરજી મંદિર, હસનઅલી હાઇસ્કૂલ, શ્રી રામ માર્કેટ ભાજપ કાર્યાલય ખાતે પહોંચી આ તિરંગા યાત્રાનું સમાપન થયું હતું. આ તિરંગા યાત્રાનું ઠેર ઠેર નગરજનોએ સ્વાગત કર્યું હતું. તિરંગા રેલી દરમિયાન દેશભક્તિનો જુવાળ જોવા મળ્યો હતો. ધોળકા ટાઉન પોલીસે જરૂરી બંદોબસ્ત ગોઠવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...