તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:આ કોઇ ભૂકંપથી પડેલી તિરાડો નથી પણ નબળી ગુણવત્તાની નિશાની છે

ધોળકા7 દિવસ પહેલા
 • કૉપી લિંક
થોડા સમયમાં જ રોડની આ હાલત બની છે. - Divya Bhaskar
થોડા સમયમાં જ રોડની આ હાલત બની છે.
 • ધોળકાના ઈંગોલી ગામમાં હેડ વકર્સનો સી.સી. રોડ તૂટી જતાં તપાસનો આદેશ

ધોળકા તાલુકાના ઈંગોલી હેડ વર્કસ ખાતે વર્ષ – 2019-20માં કૌકા – ઈંગોલી રોડથી ઈંગોલી હેડ વર્કસને જોડતો સી.સી. રોડ લાખોનાં ખર્ચે બનાવવામાં આવ્યો હતો. આ રોડની ગુણવત્તા ખુબ જ નબળી હોવાથી તથા સ્પેશિફિકેશન મુજબ યોગ્ય ગુણવત્તાવાળા માલસામાન ન વાપરવાના કારણે હાલમાં આ રોડ ઠેર ઠેર જગ્યાએ તૂટી ગયો છે. આ રોડના બનાવ્યા બાદ રોડની બંને સાઈડમાં માટી પુરાણ ન કરવાથી રોડની મધ્યમાં ખુબ જ મોટી તિરાડ પડવાથી આખો રોડ તૂટી ગયો છે. આ રોડ બનતો હતો.

ત્યારે માલસામાનની ગુણવત્તા બાબતે સમાજ સેવક જીતેન્દ્ર ભાઈ સમ્રાટે જવાબદાર અધિકારીઓનું ધ્યાન દોર્યું હતું. આ વિભાગના અધિકારીઓ આ ભ્રષ્ટાચારમાં સામેલ હોય રોડની ગુણવત્તા માટે કોઈ પગલા લીધા ન હતા. ચાલુ કામમાં જવાબદાર અધિકારીઓ સ્થળ પર હાજર રહેતા ન હતા. રોડનાં ટેન્ડર સ્પેશિફિકેશન મુજબના મટીરીયલ્સની તપાસ કરી આ કામના જવાબદાર કોન્ટ્રાકટરની ડીપોઝીટ જપ્ત કરી યોગ્ય ગુણવત્તા વાળો રોડ ફરીથી બનાવવાની ગ્રામજનોની માંગ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો