વિદ્યાર્થીઓની કફોડી હાલત:પીસાવાડા પ્રાથમિક શાળામાં 1 માસથી વરસાદી પાણીનો નિકાલ થતો નથી

ધોળકા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પીસાવાડા પ્રાથમિક શાળામાં એક મહિનાથી વરસાદી પાણીનો ભરાવો - Divya Bhaskar
પીસાવાડા પ્રાથમિક શાળામાં એક મહિનાથી વરસાદી પાણીનો ભરાવો
  • તંત્ર દ્વારા ધ્યાન ન અપાતાં ગ્રામજનોમાં આક્રોશ

અમદાવાદ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત ધોળકા તાલુકાના પીસાવાડા ગામની પ્રાથમિક શાળા કમ્પાઉન્ડમાં છેલ્લા એક મહિના થી વરસાદી પાણી ભરાયેલ છે. ટીડીઓ અને ટીપીઓ પીસાવાડા પ્રાથમિક શાળાની મુલાકાત લીધાના પણ 3 અઠવાડિયા થઈ ગયા છતાં, તેમના પેટનું પાણી હલતું નથી. હવે રોજ ને રોજ બાળકો અને શિક્ષક સ્ટાફ આ પાણી માંથી આવતા જતા હોય છે.

દુષિત પાણીથી ડેન્ગ્યુ મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે. મચ્છર કરડવાથી બીમાર પડવા મજબુર બની રહ્યા છે. ક્યાં ગયું આરોગ્યુ ખાતું? ક્યાં ગઈ સરકારની શિક્ષણની હમદર્દી? અરે સ્કૂલના તમામ ઓરડાની આજુબાજુ દુષિત પાણી વચ્ચે બેસીને ક્યાં ભણતરના જ્ઞાન લેવાય? સ્કૂલમાં નીચે બેસીને પણ ભણાય, જલદીથી આ સમસ્યાનો અંત આવે તેવું શિક્ષકો અને ગ્રામજનો ઈચ્છી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...