ચોરી:ધોળકાના સીંધરેજ ગામની ગ્રૂપ સેવા સહકારી મંડળીમાં ચોરી

ધોળકા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચોરી કરનારા અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાઈ

સીંધરેજ ગામની ગ્રૂપ સેવા સહકારી મંડળીની ઓફિસનું વીજ કનેક્શન કાપી ઓફિસના શટલનું તાળું તોડી અંદર પ્રવેશ કરી ઓફિસની તિજોરીની તથા ટેબલના ડ્રોઅરમાંથી રોકડ નાણાં 22 હજારની ચોરી કરી લઇ ગયા.ધોળકા પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી મુજબ અલ્પેશભાઈ ભાનુપ્રસાદ કલ્યાણી (ઉંમર વર્ષ 43) (રહે. ન્યુ મહાવીર સોસાયટી ધોળકા) તેઓએ ફરિયાદ નોંધાવી હતી કે હું સીંધરેજ ગ્રુપ સેવા સહકારી મંડળીમાં છેલ્લા 15 વર્ષથી સેક્રેટરી તરીકે નોકરી કરું છું મારે મંડળીમાં રાસાયણિક ખાતર અને ચાનું વેચાણ થાય છે

જેનો વહીવટી હિસાબ કિતાબ મારે રાખવાનો હોય છે અને વેચાણનાનો હિસાબ મારા હસ્તક હોય છે અમારી મંડળીમાં કુલ ત્રણ સભ્યો કામ કરે છે જેમાં હું સેક્રેટરી ભગવાનભાઈ પ્રજાપતિ તરીકે અને ચેહરભાઈ પસાભાઈ પ્રજાપતિ તેઓ પટાવાળા તરીકે કામ કરે છે બંને સીંધરેજ ગામના વતની છે. ગયા રવિવારે રજાનો દિવસ હોવા છતાં ખાતર ખરીદનાર ખેડૂત આવેલ હોવાથી અમારા પટ્ટાવાળા ચેહરભાઈ સવારના આઠેક વાગ્યાના સુમારે ઓફિસ પર ગયા હતા ત્યારે અમારી ઓફિસનું શટર, તાળું તૂટેલી હાલતમાં હતું અને શટર વાળી નાખી ખોલી નાખેલી હતંુ.

જેથી તેમણે મને જાણ કરતાં સ્થળ પર પહોંચી તપાસ કરી તો અમારી ઓફિસના વીજ કનેક્શનો કેબલ થાંભલેથી કાપી નાખેલ હતો અને લાઇટ બંધ થઈ ગઈ હતી જેથી ગામના અન્ય માણસો આગેવાનો ભેગા થઈ આ અંગે તપાસ કરેલી તો અમારી ઓફિસના લગાડેલા સીસીટીવી કેમેરા પણ લાઈટ ના હોવાના કારણે બંધ થઈ ગયા હતા જેથી પોલીસને જાણ કરી અને લાઈટ કનેક્શન ચાલુ કરી તપાસ કરતા કૅમેરા રાતના એક વાગ્યામાં બંધ થઈ ગયેલાનું જણાવેલ અને ઓફિસમાં તપાસ કરતા તિજોરીમાં રાખેલા હિસાબના નાણાં 20,000 તથા ટેબલના ડ્રોઅરમાંથી 2000 મળી કુલ 22 હજારની રોકડ રકમ મળી આવી નહોતી. જે કોઈ અજાણ્યો ઇસમ ચોરી કરી ગયાનું જણાયુંંં છે. આ અંગે અંગે ચોરી કરનાર અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાય છે. આમ પોલીસે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...