ધોળકા ખાતે મેઈન બજારમાં આવેલા ચોકસી બજારમાં સામ સામે આવેલી દુકાનોના દુકાનદારો દ્વારા પોતાની દુકાનો બહાર પાંચ ફૂટ જેટલા ટેબલો મુકી તેના ઉપરનો માલ સમાન ગોઠવે છે. આથી વીસ ફૂટ પહોળો રોડ હોવા છતા બંન્ને બાજુ દસ દસ ફૂટનું દબાણ વેપારીઓ માલ સમાન ગોઠવી કરતા હોવાથી રોડ અત્યંત સાંકડો બની જાય છે. આથી ચોકસી બજારમાંથી પસાર થવામાં રાહદારીઓને મુશ્કેલી વેઠવી પડી રહી છે. રિક્ષા કે બાઈકને નીકળવામાં તો ભારે તકલીફ પડે છે.
ધોળકા નગરપાલિકાના ચીફ ઓફિસર ચેમ્બર છોડી એક દિવસ ચોકસી બજાર સહિતનાં બજારની મુલાકાત લઈ ટ્રાફિકનો પ્રશ્ન હલ કરવા દબાણો કરતા વેપારીઓ સામે કાર્યવાહી કરે તેમ ધોળકાનાં જાગૃત નાગરિકો ઈચ્છી રહ્યાં છે. ધોળકાનાં નવનિયુકત ટાઉન પીઆઈ પણ આ બાબતને ગંભીરતા થી લઇને ચોકસી બજાર સહિતનાં મેઈન બજારમાં ટ્રાફિકની સમસ્યા ઉભી કરતા દુકાનદારો સામે પોલીસ કાર્યવાહી કરે તેવી પણ જાગૃતજનોની લાગણી અને માંગણી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.