તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:ધોળકાના જવારજ પાસે પીકઅપ વેનના ચાલકે બ્રેક મારતાં પલટ્યું, 2નાં મોત

ધોળકા9 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • ફોઇના તથા કાકાના દિકરાના સ્થળ પર મોત નીપજ્યાં, કોઠ પોલીસે તપાસ શરૂ કરી
 • નર્સ દીકરીની ગીર સોમનાથ બદલી થતાં નર્મદા જિલ્લામાં સામાન લેવા માટે ગયા હતા

ધોળકાના જવારજ ગામ પાસે પીકઅપ ગાડીના ચાલકે વાહન પૂરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી અચાનક બ્રેક મારતાં પીકઅપ જીપ પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતના આ બનાવમાં 2 વ્યક્તિના મોત નીપજ્યા હતા. આ બનાવ અંગે કોઠ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. અકસ્મતના આ બનાવમાં બે પિતરાઇ ભાઇના મોત નીપજ્યા હતા. વટામણ-બગોદરા હાઇવે અકસ્માત ઝોન બની રહ્યો છે. અકસ્માતના બનાવો વધી રહ્યા છે.

ધોળકા તાલુકાના કોઠ પોલીસ સ્ટેશન પરથી માહિતી મળતી મુજબ પ્રવીણભાઈ વાસાભાઈ બારડે ફરિયાદ નોંધાવી હતી કે હું આછોદરા તાલુકો માળીયા જીલ્લો જુનાગઢ ખાતે રહું છું અને ખેતી કરી ગુજરાન ચલાવું છું મારા પિતાજીને પાંચ ભાઈ તથા ત્રણ બહેનો છે જેમાં મારા ફોઈ પુનીબેનને સંતાનમાં એક દીકરો પ્રવીણભાઈ અને ત્રણ દીકરી સૌથી મોટા અરુણાબેન,વચેટ શિલ્પા બેન તેમજ સૌથી નાના જયાબેન છે. જયાબેન નર્મદા જિલ્લામાં સરકારી હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરે છે. હાલમાં તેમની બદલી ગીર સોમનાથના તાલાળા ખાતે સરકારી હોસ્પિટલ ખાતે થઇ છે.

જેમાં તા. 3ના રોજ રાત્રીના સાડા આઠ વાગે મારા ફોઈ પુનીબેન બાબુભાઈ સોલંકી તેમજ તેમનો દીકરો પ્રવીણભાઈ બાબુભાઈ તથા પ્રવીણભાઈની દીકરી પ્રાંજલ (ઉં.વ.5 તમામ રહે દેદા તાલુકો વેરાવળ) તથા તેમની સાથે મારા કાકાનો દીકરો જયેશભાઈ પરબતભાઇ બારડ( રહે આછીદ્રા તાલુકો માળીયા )તેમજ અમારા ગામના રામાભાઇ ખીમાભાઇની બોલેરો પીકપ ગાડી લઇને રામાભાઇના દિકરા અજયભાઈ રામાભાઇ સાથે ઘરવખરીનો સામાન ભરવા ગયા હતા. અને રવિવારે રાતના રોજ જમીને સૂતા હતા. ત્યારે રાત્રિના એક વાગ્યાની આસપાસ મારા ફોઈનો ફોન આવ્યો કે અમે વટામણ ચોકડી તરફથી બગોદરા તરફ આવતા હતા એ વખતે હાઈવે ઉપરથી જવારજ ગામ ધંધુકા તરફ જતા હતા એ વખતે ગાડી અજયભાઈ રામાભાઇ ચલાવતા હતા અને જવરાજ ગામ નજીક અચાનક બ્રેક મારતા ગાડી એક તરફ જતી રહે અને રોડ પર પલટી મારી ગઇ છે.

પ્રવીણભાઈ તથા જયેશભાઇને માથે વાગ્યું છે તેમજ તેઓને 108માં તેઓને બગોદરા દવાખાને લઈ ગયા છે. આ વાત સાંભળી તરત જ હું તથા મારા ફોઈની દીકરી જયાબેન અમે બગોદરા આવવા નીકળી ગયા હતા. સોમવારે સવારના છ વાગ્યે અમે બગોદરા સરકારી દવાખાને પહોંચી ગયા હતા. જ્યાં જાણવા મળ્યું કે ફોઈના દીકરા પ્રવીણભાઈ તથા કાકાના દીકરા જયેશભાઈ બંને જણા સ્થળ પર મોત થયું છે.જેથી કોઠ પોલીસે તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કેે, વટામણ હાઇવે અકસ્માતનો ઝોન બનતો જઇ રહ્યો છે. રાજ્યભરમાં હાઇવે સારા બની રહ્યા હોવાથી વાહનો બેફામ દોડતા થયા છે.જેના કારણે અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ધોળકા નજીકના જવારજ પાસે સર્જાયેલા અકસ્માતમાં પણ આ જ રીતે બેફામ ડ્રાઇવિંગના કારણે બનાવ બન્યો હતો. જેમાં 2 વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. પીકઅપ બોલેરાના ચાલકે પુરઝડપે વાહન હંકારતાં વાહન પલટી ગયું હતું. જેમાં વાહન નીચે દબાઇ જવાથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં 2 વ્યક્તિના મોત નીપજતાં કોઠ પોલીસે તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો