ધોળકા તાલુકાના કેલીયા વાસણાની 36 વર્ષીય મહિલા પોતાના પરિવાર સાથે રહે છે તેઓને સંતાનમાં બે દીકરા છે અને તેઓના પતિ મજુરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે અગાઉ મોટો ઝઘડો ગામમાં થયો હોવાથી તેઓના પતિનું નામ હોવાથી હાલમાં ધોળકા રૂરલ પોલીસ સ્ટેશન કસ્ટડીમાં છે.
તેઓએ ધોળકા રુરલ પોલીસ સ્ટેશનમાં અરજી વકીલ મારફતે જણાવ્યું હતું કે અમારે હાલ કેલિયા વાસણામાં નવું મકાન બને છે જેમાં સાફ સફાઈ માટે જતી હતી તે સમયે અમારા ફળિયામાં રહેતા પાર્થ રમેશભાઈ, ધ્રુમિલ વિનુભાઈ ,પાર્થ દશરથભાઈ ,કિશન જયંતીભાઈ ,આર્યન શંકરભાઈ, અનિકેત દિનેશભાઈ આ લોકો તેઓ બધા જ કેલિયાવાસણામાં રહે છે અને તમામ ફળિયાની બાર બેઠા હતા અને અમારા વાસમાં આવેલા નવા ઘરેથી હું નીકળતા આ બધા લોકો પાછળ આવવા લાગેલા અને નવા ઘરની બહાર બેસી મને ગંદી ગાળો બોલવા લાગેલા અને મારી ખરાબ વાતો કરતા હતા
જેથી મેં ખરાબ ગાળો બોલવાની ના પાડતાં અમે તો બોલી શું તમે શું કરી લેશો તેમ કહી ઉપરોક્ત નામ વાળા લોકોએ મને શારીરિક અડપલા કર્યા હતા. તેથી મેં મારી જાતને બચાવવા બૂમો પાડતા અમારી પડોશમાં રહેતા ગીતાબેન રમેશભાઈ સોલંકી તથા મંજુલાબેન ભાનુભાઈ સોલંકી આવતા તેઓ ભાગી ને જતા રહેલો અને જતા જતા કહેતા હતા કે જો ફરિયાદ કરીશ તો તને જાનથી મારી નાખીશું.
અને તેઓ જતા રહેલા ત્યારબાદ આ બનાવની જાણ મારા પતિ તથા મારા દેરાણીને કરતા તેઓ મને ધોળકામાં આવેલ શરણમનાં દવાખાને સારવાર માટે લઇ ગયા હતા. અને મારી તબિયત સારી ન હોવાથી મને રજા ક્યારે આપી શકાય તે ચોક્કસ ખબર નથી અને ત્યારબાદ અમે ઘરે જતા રહે તેથી તારીખ 5/ 6/ 2022 ના દિવસે સાંજના સાડા સાથે વાગ્યાની આસપાસ હું કચરો નાંખવા ગયેલ હતી ત્યારે અમારા વાસના ફળિયામાં ઝઘડામાં મને ઈજા થયેલ હતી તે વખતે મારા પતિ મને સારવાર કરાવવા પણ શરણમ હોસ્પિટલમાં લઇ ગયેલા અને ત્યાંથી મને રજા આપતા આજરોજ રજા આપતા અમે અમારા ફળિયાની મહિલાઓ સાથે તેમજ મારી સાથે બેસેલા લક્ષ્મીબેન લાલજીભાઈ સોલંકી તથા પોલીસ કર્મચારી અજુબેન મનુભાઈ રૂબરૂમાં ફરીયાદ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.