તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નોટિસ:ધોળકામાં ફાયર એનઓસી વિના ચાલતી શાળા, હોસ્પિટલોને નોટિસ

ધોળકા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાએ નોટિસ ફટકારતાની સાથે જ ફાયર એનઓસી લેવા માટે પાલિકામાં અરજીઓ કરાઇ, એનઓસીની પક્રિયા શરૂ કરાઇ

ગુજરાતમાં આવેલી હોસ્પિટલોમાં વારંવાર આગ લાગવાનાં બનાવો બની રહ્યા છે. તેમજ સ્કુલો અને ટ્યુશન કલાસીસમાં પણ ઘણીવાર આગ લાગવાનાં બનાવો બન્યા છે. આ વર્ષે કોરોનામાં હોસ્પિટલોમાં આગ લાગવાથી ઘણા દર્દીઓનાં મોત થવા પામ્યા છે.જેમાં આ અંગે ધોળકા નગરપાલિકા નાં ચીફ ઓફિસર એસ.કે.કટારાનાં જણાવ્યાં મુજબ હાલ ધોળકા માં વધુ માં વધુ 95 ટકા શાળા તેમજ હોસ્પિટલ અને ટ્યુશન ક્લાસિસ એનઓસી વગર ચાલે છે.જેમાં તમામને નોટિસો મોકલી આપવામાં આવી છે.અને ફાયરની એનઓસી આપી દીધી છે. તેમજ ત્યાંથી બધાના પત્રો (અરજી) આવી રહી છે.અને આ પ્રક્રિયા ચાલુ કરી દેવામાં આવી છે.

હોસ્પિટલ, શાળા અને ટ્યુશન ક્લાસિસ
શેઠ હસનઅલી હાઈસ્કૂલ, શાહ.સી.જે . કોલસાવાળા હાઇસ્કુલ, સી.વી. સરસ્વતી, ન્યુ ભારત હાઇસ્કુલ ,શ્રીમતી બી. પી એમ .હાઇસ્કુલ, એમ આઈ કોપીવાલા હાઇસ્કુલ,મોહમ્મદી કોન્વેન્ટ હાઇસ્કૂલ, મૌલાના અબુલ કલામ આઝાદ, એસ.એ બાંધવી હાયર સેકન્ડરી સ્કુલ, ડી એસ સી પબ્લિક સ્કૂલ, ઈંગ્લીશ એલિમેન્ટરી સ્કૂલ, સ્વામી વિવેકાનંદ વિદ્યાલય, આર.બી કાછીયા ચોકસી સેકન્ડરી સ્કુલ, જમાલી ઇંગ્લિશ સ્કૂલ , સંસ્કાર સેકન્ડરી સ્કુલ ,સંસ્કાર ભારતી વિદ્યાલય., જ્ઞાનદીપ વિદ્યાલય ,નૂર હાઇસ્કુલ, બીપી દાવડા સરસ્વતી વિદ્યાલય, સિદ્ધાર્થ વિદ્યાલય, આર .ડી .વી .ડી શાહ કોમર્સ કોલેજ, ફાઈનાન્સ કોલેજ, આઇ.ટી.આઇ, નચિકેતા ટ્યુશન ક્લાસીસ ,ગ્રુપ ટ્યુશન ક્લાસીસ ,ધ્યાન ટ્યુશન ક્લાસીસ ,જ્ઞાનદીપ ટ્યુશન ક્લાસીસ,ગ્લોબલ ટ્યુશન ક્લાસીસ, એકલવ્ય ટ્યુશન ક્લાસીસ, સિદ્ધાંત ટ્યુશન ક્લાસીસ, શરણમ હોસ્પિટલ, હરિકૃષ્ણ હોસ્પિટલ, શારદા હોસ્પિટલ, દુર્વેશ હોસ્પિટલ ,માહિર હોસ્પિટલ, શોર્ય હોસ્પિટલ, શિવમ હોસ્પિટલ, પ્રીશા હોસ્પિટલ ,શેઠ વાલા હોસ્પિટલ.

અન્ય સમાચારો પણ છે...